નીતા લીંબાચીયા
07 ડિસેમ્બર, 2022:
2જી ડિસેમ્બરે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “ભગવાન બચાવે” અન્ય ગુજરાતી ફિલ્મો કરતા અલગ છે.
ફિલ્મમાં ભરપૂર મનોરંજન અને કોમેડી છે. સાથે સાથે સમાજના યુવા વર્ગને અનોખો મેસેજ આપે છે તેમજ
માતા-પિતાને પણ ફિલ્મ અપીલ કરી જાય છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં સસ્પેન્સ પણ ધાર્યા બહારનું છે.
ફિલ્મનો ક્લાયમેક્સ આખી વાર્તાને ચાર ચાંદ લગાવી દે છે.
ફિલ્મના મુખ્ય પાત્રોમાં ભૌમિક સંપત, જીનલ બેલાની અને મુનિ ઝા છે. આ ઉપરાંત ફિલ્મમાં ઓજસ
રાવલ, રૌનક કામદાર, મેહુલ બુચ, હેમાંગ દવે, ભાવિની જાની, પ્રેમ ગઢવી, વૈશાખ રતનબેન, ચાર્મી
પંચાલ, અનુરાગ પ્રપ્પનાની નોંધનીય ભૂમિકા જોવા મળે છે.
ફિલ્મની વાર્તાની શરૂઆતમાં ત્રણ અલગ અલગ પાત્રો મંજરી (જિનાલ બેલાની), જતીન (ભૌમિક સંપત)
અને ઘનશ્યામ પટેલ (મુનિ ઝા)ને એક સાથે જોડે છે. રવિરાજ જોશી પોતાની મિલકત ત્રણ એવા વ્યક્તિને
નામે કરે છે જેઓમાં તેમને સારૂં વ્યક્તિત્વ દેખાય છે. પણ તેમના 7 કરોડના દેવાની જવાબદારી પણ આ
ત્રણેયને માથે આવે છે. ઈન્ટરવલ પહેલા ભરપૂર કોમેડી સાથે ઈન્ટરવલ બાદ રસપ્રદ વળાંકો લેતી ફિલ્મ
જોવા મળે છે, જે તમને લાગણીઓથી તરબોળ કરી દેશે. કેટલાંક સીન્સ દર્શકોની આંખમાં ઝળહળિયા લાવી
દે છે.
કરજમાંથી બહાર નીકળવા ત્રણેય સાથે મળીને બાળક કિડનેપ કરવાની અનિચ્છીય કામગીરી પણ કરે છે,
અને ત્રણેય પોલીસના સકંજામાં ફસાય છે. આ ત્રણેય કેવી રીતે આ આંટીઘૂંટીઓમાંથી પોતાને બહાર નીકાળે
છે, એ જાણવા માટે ફિલ્મ ચોક્કસથી થિયેટરમાં જઇને જોવી જરૂરી છે.
ફિલ્મમાં કોમેડીની સાથે સસ્પેન્સ પણ જોવા મળે છે. ફિલ્મના ગીતો પણ એટલાં જ મધુર અને વાર્તા સાથે
સુસંગત છે. બૉલીવૂડ સિંગર સોનૂ નિગમના કંઠે ગવાયેલ ફિલ્મનું ગીત ખૂબ જ કર્ણપ્રિય છે. 2 ડિસેમ્બરે
થિયેટર્સમાં રીલિઝ થઇ ચૂકેલી ભગવાન બચાવે ફિલ્મ પરિવાર સાથે માણવા જેવી ફિલ્મ છે.
#bharatmirror #bharatmirror21 #news #bhagvanbachave #ahmedabad