નીતા લીંબાચીયા
26 નવેમ્બર, 2022:
૨૫ નવેમ્બર મહિલાઓ સાથે થતી હિંસાને રોકવા માટે જન જાગૃતીનો વૈશ્વિક દિવસ છે. કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા સંચાલિત, કલાસેતુ ગર્વિતા, ટાફ ગૃપ, કર્મણેસેના અને ફ્રીઝબી ફુડ કોર્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્ત્રીઓ મા કાયદાકીય સમજ અને સ્વરક્ષણની તાલીમ આપતો કાર્યક્રમ “નિર્ભીત” યોજાઈ ગયો.
આ કાર્યક્રમ મા કુલ ૫૦ મહિલાઓએ હાજરી આપી, કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર એ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત દેશભક્તિ અને સ્ત્રી સશક્તિકરણના ગીતો વોઈઝ ઓફ લતા ધરમેત્રી વણઝારા ધ્વારા હ્રદય સ્પર્શી ગીતો ગાઈને કરવા મા આવી ત્યારબાદ કલાસુર્ય ફાઉન્ડેશનની ભરતનાટ્યમની વિદ્યાર્થીનીઓ કશીશ,માહી,પલ,હીયા અને પાર્મી ધ્વારા તાંડવનૃત્ય પ્રસ્તુત કરાયુ.
તમામ મહિલાઓને ચાર જુથ મા વહેચવામા આવી અને એમને મહિલાઓના જીવનને સહજ અને સાહસિક બનાવવાના જુદા જુદા કાર્યક્રમનુ સંયોજન કરવાનુ કાર્ય સોપવા મા આવ્યુ જેના કારણે સમાજને તો લાભ મળશે તે સાથે મહિલાઓનો પોતાનો સમુહ બહોળો થશે, જે આપસમા એકબીજાની તાકાત બનશે જેથી સ્ત્રીઓ પોતાના સાથે થતા અત્યાચારને શરુ થતાની સાથેજ રોકી શકે,
હિંમત ભેગી કરી અવાજ ઉઠાવી શકે. કલાસુર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર મેનેજીંગ ટ્રસ્ટી સંગીતા પટેલ અને કર્મણેસેનાના અધ્યક્ષ ભાવના પારેખના કહેવા પ્રમાણે સંગઠન મા શક્તિ હોય છે માટે અમે મહિલાઓને સંગઠિત કરી શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવી સ્વરક્ષણની તાલીમ આપીયે છીયે જેથી પોતાના પર થતા અત્યાચારોને રોકી શકાય.
#bharatmirror #bharatmirror21 #news #kalasetu #garvita #ahmedabad