નીતા લીંબાચીયા
18 નવેમ્બર, 2022:
GCCI એ MSME ને પ્રોત્સાહન આપવા માટે પરસ્પર સહકાર વધારવાના ઉદ્દેશ્ય સાથે ફેડરેશન ઓફ ઇન્ડિયન માઇક્રો એન્ડ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (FISME), નવી દિલ્હી સાથે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા.
FISME એ ભારતમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ની મુખ્ય પ્રતિનિધિ સંસ્થા છે જે 700થી વધુ ક્ષેત્રો તથા ઉત્પાદનોના વિશિષ્ટ એસોસિએશનોનાં નેટવર્ક દ્વારા ‘ભારતને વિશ્વના ટોચના 10 ઉદ્યોગસાહસિક મૈત્રીપૂર્ણ દેશોમાં’ બનાવવાનું વિઝન ધરાવે છે અને મેન્યુફેકચરીંગ એમએસએમઈના અસ્તિત્વ અને વૃદ્ધિ તરફના મિશન સાથે કામ કરે છે.
આ એમઓયુ દ્વારા, GCCI અને FISME માહિતી અને જ્ઞાન, પ્રકાશનો, રાજ્ય અને રાષ્ટ્રીય નીતિઓના અભ્યાસ, વેપારના નિયમો અને વિનિયમો, બજાર અભ્યાસ અને સંશોધન અહેવાલોના આદાનપ્રદાનની સુવિધા આપશે અને સેમિનાર, વર્કશોપ અને ટ્રેડ ફેર નું આયોજન કરશે. GCCI FISME ના MSME સભ્યો માટે રાષ્ટ્રીય કક્ષાએ અલ્ટર્નેટ ડિસ્પ્યુટ રિઝોલ્યૂશન સેન્ટર સ્થાપવામાં મદદ કરશે.
FISME પ્રતિનિધિઓએ તેમની સંસ્થાનો પરિચય આપ્યો હતો અને તેમની સાથે સંકળાયેલા MSMEs માટે તેમના દ્વારા ગેરંટી ફ્રી ફંડિંગ મેળવવામાં મદદરૂપ થવા જે સુવિધા આપવામાં આવે છે તે વિશે પણ માહિતી આપી હતી .
એમઓયુ પર હસ્તાક્ષર કરતી વખતે, GCCIના પ્રમુખ, શ્રી પથિક પટવારીએ જણાવ્યું હતું કે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વિઝનને સાકાર કરવા માટે, ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે. GCCI અને FISME ની ભાગીદારી દ્વારા ઉત્પન્ન થયેલ સિનર્જી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એમએસએમઈને સમર્થન અને હેન્ડહોલ્ડિંગમાં ખૂબ આગળ વધશે. #bharatmirror #bharatmirror21 #news #gcci #msme #fisme #ahmedabad