અમદાવાદની દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથના સભ્યોની એક નવતર પહેલ
‘હોસલા’ કાર્યક્રમ અંતર્ગત IWC અમદાવાદ સાઉથના સભ્યો દ્વારા દિવ્યાંગ મહિલાઓને 14 પિંક ઇલેક્ટ્રીક ઓટો રિક્ષા ભેટ સ્વરૂપે અપાઇ
નીતા લીંબાચીયા
12 નવેમ્બર, 2022:
અમદાવાદની દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથના સભ્યોની એક નવી પહેલ કરી છે. ‘હોસલા’ કાર્યક્રમ અંતર્ગત ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથના સભ્યો દ્વારા અમદાવાદની દિવ્યાંગ મહિલાઓને 14 પિંક ઇલેક્ટ્રીક ઓટો રિક્ષા ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. ઇનર વ્હીલ ક્લબ કે જે રોટરી ક્લબની મહિલા વિંગ છે અને તે વૈશ્વિક સ્તરે 104 દેશોમાં સક્રિય છે અને આવું જ એક ચેપ્ટર છે અમદાવાદ સાઉથનું ઇનર વ્હીલ ક્લબ છે. ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથ તેમની પહેલ અને ઝુંબેશના માધ્યમ થકી જરૂરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવવા માટે વર્ષોથી સક્રિયરૂપે સેવા આપી રહ્યું છે.
થોડા સમય પહેલા ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથના સભ્યો કેટલીક શારીરિક રૂપથી દિવ્યાંગ મહિલાઓના સંપર્કમાં આવ્યા હતા. આ મહિલાઓને તેમની આજીવિકા કમાવવા માટે સહાયની જરૂર હતી અને તેઓ સખત મહેનત કરવા માટે મક્કમ પણ હતા. ટીમના સભ્યોનું ધ્યાનમાં એ આવ્યુ કે, આ દિવ્યાંગ મહિલાઓની સમાજમાં ઘણી અવગણના કરવામાં આવી હતી અને તેમને યોગ્ય નોકરી શોધવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અહીંથી પિંક ઓટોનો વિચાર આવ્યો. ક્લબના સભ્યોની ટીમ મહિલાઓને તાલીમ આપવા અને કાયદેસર રીતે લાઇસન્સ મેળવવા માટે ચોવીસ કલાક કામ કરતી હતી. તેની સાથે તે જ સભ્યોએ કેટલાક લાભાર્થીઓ પાસેથી મદદ ભેગી કરી જેઓ પિંક ઓટો ડ્રાઇવરોને વાહન ખરીદવામાં મદદ કરશે. એ જોવુ રસપ્રદ હતું કે, વિકલાંગતા હોવા છતાં ખૂબ સખત તાલીમ લઇ રહ્યા હતા. એટલું જ નહીં, એવી કેટલીક સંસ્થાઓ છે જેમ કે અતુલ ઓટો, સેવા બેંક અને અપંગ માનવ સેવા સંઘ આ પહેલના મુખ્ય સહાયક પણ રહ્યા છે.
અમદાવાદમાં પ્રથમ વખત પિંક ઓટોના લોન્ચિંગ પ્રસંગે અમદાવાદ સાઉથના ઇનર વ્હીલ ક્લબ દ્વારા 11મી નવેમ્બર 2022ના રોજ પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે બપોરે 4 કલાકે ‘હોસલા’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની દિવ્યાંગ મહિલાએ જેમણે આત્મનિર્ભર બનવા માટે 14 પિંક ઇલેક્ટ્રોનિક ઓટો રિક્ષા આપવામાં આવશે.
‘હોસલા’ દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણને મહત્વ આપે છે કારણ કે તેમની સામે આવતા પડકારો પ્રકૃતિમાં વધુ જટિલ છે અને તેમને સશક્તિકરણ અને આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી તેમનું જીવન જીવવા માટે સક્ષમ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
અન્ય શહેરોમાં સફળતા મેળવ્યા બાદ આ પ્રતિષ્ઠિત પહેલ પ્રથમ વખત અમદાવાદમાં થઈ રહી છે. તેને પૂર્ણ કરવા માટે ઇનર વ્હીલ ક્લબ સંકલ્પ રેસ્ટોરન્ટ, વાડીલાલ આઇસક્રીમ, કિનટેક એનર્જી, અન્નપૂર્ણા સ્ટીલ અને અન્ય ઘણા બધા ભાગીદારો સાથે જોડાઇ રહ્યા છે, જેનાથી આ ગુજરાતમાં પોતાની રીતે પ્રથમ ઓટો પહેલ બની રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #disabledwomen’s #innerwheelclub #ahmedabad