નીતા લીંબાચીયા
04 નવેમ્બર, 2022:
ગુજરાતના કેમિકલ ઉદ્યોગ દ્વારા પર્યાવરણ સંબંધિત વિવિધ સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરવા અને આત્મનિર્ભર ભારત દ્વારા યુએસ 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના મિશનને હાંસલ કરવામાં કેમિકલ ઉદ્યોગ કેવી રીતે મહત્ત્વપૂર્ણ ટેકો પૂરો પાડી શકે તે અંગેના સૂચનો શેર કરવા માટે, GCCIના ઉપપ્રમુખ યોગેશ પરીખે તારીખ 3જી નવેમ્બર, 2022ના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેમિકલ અને પેટ્રો-કેમિકલ મંત્રાલય દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ મિટિંગ માં ભાગ લીધો હતો તેમજ ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રી ના ખાસ તો પર્યાવરણ અંગેના અનેકવિધ પ્રશ્નો રજુ કર્યા હતા.
મીટિંગની અધ્યક્ષતા શ્રી અરુણ બારોકા, સેક્રેટરી, કેમિકલ્સ અને પેટ્રો-કેમિકલ્સ દ્વારા કરવામાં આવી હતી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ આ રાઉન્ડ ટેબલ માં હાજરી આપી હતી.
જીસીસીઆઈના ઉપપ્રમુખ શ્રી યોગેશ પરીખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જીસીસીઆઈએ ગુજરાતના કેમિકલ ઈન્ડસ્ટ્રી સાથે મળીને હંમેશા ઝડપી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા પ્રયાસ કર્યો છે જે પર્યાવરણને અનુકૂળ પણ છે.
ઉપરોક્ત રાઉન્ડ ટેબલ સમક્ષ તેમના પ્રતિનિધિત્વમાં, યોગેશ પરીખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉદ્યોગનો વિકાસ તેમજ USD 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના મિશનને હાંસલ કરવા માટે સમયસર પર્યાવરણીય મંજૂરી અને આવી મંજૂરી માં વિલંબ કરતા વિવિધ મુદ્દાઓને ઝડપથી ઉકેલવા પર ખૂબ આધાર રાખે છે.
કેમિકલ/ પેટ્રોકેમિકલ મંત્રાલયના અધિકારીઓએ વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ પરીખ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓને ધીરજપૂર્વક સાંભળ્યા હતા અને તેની તાત્કાલિક અને હકારાત્મક સમીક્ષાની ખાતરી આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news #gcci #unionchemicalaswell-as-petro-chemicalministry #ahmedabad