ગુજરાત સાયન્સ સિટી દિવાળીના તહેવાર નિમિતે સોમવારે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે
નીતા લીંબાચિયા, અમદાવાદ ,
ઓક્ટોબર 23, 2022 :
ઉત્સાહભેર તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઈ છે. પ્રકાશના આ પર્વ ની ઉજવણીમાં લોકોને વિજ્ઞાન ના પ્રકાશ સાથે જોડવા ગુજરાત સાયન્સ સિટી પણ સજ્જ છે. 24 ઓક્ટોબર ને સોમવારે દિવાળીના તહેવાર નિમિતે ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
સ્થાપના થઈ ત્યાર થી ગુજરાત સાયન્સ સિટી તમામ ઉમરના મુલાકાતીઓ માટે પસંદગીનું સ્થળ બની ગઈ છે.
ખાસ કરીને રજાઓની સિઝનમાં સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓનો ધસારો રહ્યો છે. ગયા વર્ષે દિવાળીના તહેવારોની રજાઓમાં રેકોર્ડ નંબર માં મુલાકાતીઓ સાયન્સ સિટી ની મુલાકાતે આવ્યા હતા. વિજ્ઞાન ના પ્રકાશ સાથે લોકોને જોડવા કટિબદ્ધ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓના આ ઉત્સાહને આવકારે છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratsciencecity #ahmedabad