નીતા લીંબાચિયા, અમદાવાદ, 19 ઓક્ટોબર, 2022:
DRDO, સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની MSME કમિટી અને ડિફેન્સ કમિટી દ્વારા તા. 18-22 ઓક્ટોબર, 2022 દરમિયાન યોજાનાર DEFEXPO India 2022 ના ભાગરૂપે કર્ણાવતી યુનિવર્સિટી અમદાવાદ ખાતે “Synergizing Efforts for Atmanirbhar Bharat-DRDO-GCCI Meet” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ શ્રી પથિક પટવારીએ તમામ સહભાગીઓને આવકાર્યા અને વક્તાઓનો સંક્ષિપ્ત પરિચય અને કાર્યક્રમ તથા કાર્યક્રમના હેતુની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં MSMEsની તાકાત અને સક્ષમતાને જોતાં, ડિફેન્સ કોરિડોર માટે ગુજરાત એક આદર્શ સ્થળ છે.
ડૉ. ચંદ્રિકા કૌશિક, વૈજ્ઞાનિક, DRDO એ DRDO દ્વારા વિકસિત ઉત્પાદનો અને ટેકનોલોજી ટ્રાન્સફર વિશે વાત કરી હતી. તેમણે ગુજરાતના ઉદ્યોગોને DRDO સાથે જોડવાના પ્રયાસો વિશે પણ જણાવ્યું હતું.
DRDOના અધ્યક્ષ ડૉ. સમીર કામતે જણાવ્યું હતું કે માનસિકતાના પરિવર્તન દ્વારા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય છે અને ડિફેન્સ ટેક્નોલોજી એ તમામ ટેકનોલોજીની માતા છે. તેમણે ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરતાના આ ધ્યેયને હાંસલ કરવા ગુજરાતના ઉદ્યોગોને આગળ આવવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં નીચે મુજબ અતિથિ વક્તાઓ હાજર રહ્યા હતા:
- ડૉ. મયંક દ્વિવેદી . વૈજ્ઞાનિક ‘જી’ અને ડિરેક્ટર, ડીઆરડીઓ, ભારત
2 ડૉ. સંજીવ કુમાર , વૈજ્ઞાનિક ‘એફ’ અને અધિક નિયામક, DRDO, ભારત
3 સુશ્રી નિધિ બંસલ , વૈજ્ઞાનિક-જી અને નિયામક, DRDO, ભારત
4 શ્રી અખિલ સરાફ , સીઈઓ, કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર
આ સેમિનારમાં DRDO ના વરિષ્ઠ અધિકારીઓએ ઉદ્યોગોને ટેક્નોલોજી અને DRDO સપોર્ટ, ડિફેન્સ પ્રણાલીનો વિકાસ અને તેની ઇકોસિસ્ટમ, TOT જોગવાઈઓ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ, ડિફેન્સ નિષ્ણાતોને સક્ષમ બનાવવા, ટેક્નોલોજી ટ્રાન્સફર માટે DRDO નીતિ અને ટેક્નોલોજી માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ વિશે વિગતવાર સમજાવ્યું હતું.