નીતા લીંબાચિયા, અમદાવાદ,
15 ઓક્ટોબર, 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાત ફાઉન્ડેશન, ગુજરાત સરકાર ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તા. 14/10/2022 ના અવેરનેસ સેમિનાર ઓન “પ્રોટેક્ટ યોરસેલ્ફ ફ્રોમ વિઝા ફ્રોડ” નું GCCI ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં નિષ્ણાત વક્તાઓ શ્રીમતી પૂર્વી ચોથાણી, લૉ-ક્વેસ્ટના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર; શ્રી જનક નાયક, મેનેજિંગ ડિરેક્ટર, એન.બી વિઝા વર્લ્ડ પ્રા. લિ. અને ડો.જુલી દેસાઈ, ઈમિગ્રેશન લોયર, મેહુલ વખારીયા એસોસિએટ્સ & એડવોકેટ્સ હાજર રહ્યા હતા અને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મિસ પૂર્વી ચોથાની, લૉક્વેસ્ટના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટરે તેમના પ્રેઝન્ટેશનમાં યુએસ ઇમિગ્રેશન, તેના F-1 વિઝાના માપદંડો અને CPT ના લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી હતી. વધુમાં તેમણે વિધાર્થીઓ એ કોલેજ ની પસંદગી પહેલા ગુગલ મેપ્સ અને સરકારની અધિકૃત વેબસાઈટ દ્વારા કોલેજોની માહિતી ચકાસવાના મહત્વ વિશે પણ ચર્ચા કરી હતી.
શ્રી જનક નાયક, મેનેજિંગ ડિરેક્ટર, એન.બી વિઝા વર્લ્ડ પ્રા. લિમિટેડે તેમના પ્રેઝન્ટેશનમાં યુએસ H1 વિઝા, કેનેડા વર્ક વિઝા સહિત વિવિધ વિઝા ફ્રોડ વિશે ચર્ચા કરી હતી. તેમના પ્રેઝન્ટેશનમાં તેમણે સારા કન્સલ્ટન્ટની પસંદગી કેવી રીતે કરવી તે પણ સમજાવ્યું હતું.
ડો.જુલી દેસાઈ, ઈમિગ્રેશન લોયર, મેહુલ વખારીયા એસોસિએટ્સ એડવોકેટ્સે ફ્રોડસ માટેના કાયદાકીય ઉપાયો વિષય પર પ્રેઝેન્ટેશન આપ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #protectyourselffromvisafraud #ahmedabad