હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે નેપાળી સમાજના અનેક પ્રયાસો
નરેશ સિજાપતિ, અમદાવાદ,
12 ઓક્ટોબર, 2022:
દસાઈને નેપાળી સમાજનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે, જેમાં નેપાળી સમાજના લોકો પોતાના વડીલોના આશીર્વાદ લે છે અને ટીકા લગાવે છે.
આ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં માત્ર એક જ પશુપતિ મંદિર અમદાવાદ સ્થિત કથવાડામાં છે જેમાં દસાઈ ટીકાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નેપાળી સમાજના લોકોએ બહોળો ભાગ લીધો હતો.
પશુપતિનાથ ટ્રસ્ટના પ્રમુખ નૈનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ હંમેશા સમાજ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, આ કાર્યક્રમ કોરોના પછી પ્રથમ વખત યોજાયો હતો.
પશુપતિનાથ ટ્રસ્ટ લગભગ 23 વર્ષથી સમાજના કલ્યાણ અને નેપાળના લોકોના મદદ માટે કામ કરી રહ્યું છે.
સમાજમાં વધુને વધુ લોકો જાગૃત થાય અને આગળ વધે તે માટે ટ્રસ્ટ દ્વારા ઘણું કામ કરવામાં આવે છે.
પશુપતિ ટ્રસ્ટ સમાજ, ખાસ કરીને ગરીબ સમુદાયને બચત કરવા અને આર્થિક સહાય આપવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરે છે, પોતાની કોઓપરેટીવ બેંક ચાલવાના સાથે અનેક સામાજિક કાર્ય કરવામાં આવે છે.
આ ટીકા કાર્યમાં હરિ પ્રસાદ ઉપાધ્યાય, દુર્ગા પ્રસાદ સિંગડેલ, આયમાંન થાપા, નૈન સિંહ રાજપૂત , નરેન્દ્ર શર્મા, મહેન્દ્ર શર્મા, રાજેન્દ્ર ભાઈ, અને વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા સાથે બહાર થી આવેલા મહેમાનો પણ હાજર હતા.
#bharatmirror #bharatmirror21 #news #nepalipashupatitemple #nepalicommunity #dasai #ahmedabad