નીતા લીંબાચિયા, અમદાવાદ,
12 ઓક્ટોબર, 2022:
ભારતની 95મા ઓસ્કાર સિલેક્શન ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂ. ની ટિકિટ કિંમત પર રિલીઝ થશે.!
ઓસ્કાર માટે ભારતની ઓફિશ્યિલ એન્ટ્રી લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના થિયેટર રિલીઝ માટે દર્શકોની ઉત્તેજના ખૂબજ છે.
સિનેમાના જાદુને ઉજવવા અને ફિલ્મના શીર્ષકને લઈને થઇ રહેલઈ બહુ બધી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને, લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના નિર્માતાઓ આ ફિલ્મને ગુરુવાર, 13મી ઑક્ટોબરના છેલ્લા શોઝમાં રિલીઝ કરી રહ્યાં છે.
જ્યારે ગુજરાતી ભાષાની આ કમિંગ ઓફ ઍજ ડ્રામા ફિલ્મ શુક્રવાર (14 ઓક્ટોબર) ના રોજ સમગ્ર ભારતના થિયેટરમાં રિલીઝ થવાની હતી ત્યારે પ્રેક્ષકો હવે તેને ગુરુવારે રાત્રે એટલે કે એક દિવસ અગાઉથી જોઈ શકશે.
એટલું જ નહીં. 95મા એકેડેમી એવૉર્ડ માટે તેની પસંદગીને ધ્યાનમાં રાખીને, લાસ્ટ ફિલ્મ શો હવે 95 સિનેમાઘરોમાં રૂ.95 ની ટિકિટ ના ભાવ સાથે રજુ કરાશે!
નિર્માતાઓ દ્વારા લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ને એક દિવસ અગાઉથી અને ન્યુનતમ ભાવે રજુ કરીને શક્ય તેટલા દેશભરના પ્રેક્ષકોને ફિલ્મ જોવા લાવવાની આ એક આવકારદાયક પનીતા લીંબાચિયા, અમદાવાદ, 12 ઓક્ટોબર, 2022:હેલ છે.
આ સમાચાર શેર કરતાં નિર્દેશક પાન નલિને જણાવ્યું હતું કે, “અમારી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) માટે ચાહકોમાં ભારે ઉત્તેજના છે અને અમે બધા તેને ગુરુવારના ‘લાસ્ટ શો’માં રિલીઝ કરવા માટે ખૂબ જ ખુશ છીએ. આ ઉપરાંત, રૂ. 95ની કિંમતે 95 સિનેમાઘરોમાં રિલીઝ કરીને 95માં ઓસ્કારમાં તેની પસંદગીને સેલિબ્રેટ કરવા માટે આનાથી વધુ સારી રીત કઈ હોઈ શકે !”
રોય કપૂર ફિલ્મ્સના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને જુગાડ મોશન પિક્ચર્સ તરફથી ધીર મોમાયાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અમે રોમાંચિત છીએ કે અમારી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલો શો) આખરે તેના પ્રોપર સ્થાન સુધી પહોંચી રહી છે અને આ છે સિનેમેટિક બિગ સ્ક્રીન. અમારા પ્રદર્શકો સાથે, અમે 95 સિનેમાઘરોમાં 95 રૂપિયાની ટિકિટના ભાવે ફિલ્મને ગુરુવારે છેલ્લા શોઝમાં રિલીઝ કરી રહ્યાં છીએ. ભારતભરના પ્રેક્ષકોએ અમારી ફિલ્મ માટે જે પ્રેમ અને ઉત્સાહ દર્શાવ્યો છે તેનું સન્માન કરવાની આ અમારી નમ્ર રીત છે. ફિલ્મ દરમિયાન મળીશું!”
લાસ્ટ ફિલ્મ શોનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ અને છેલ્લો શો એલએલપી દ્વારા કરવામાં આવ્યું છે. PVR સાથે ભાગીદારીમાં રોય કપૂર ફિલ્મ્સ ભારતમાં ફિલ્મનું વિતરણ કરી રહ્યું છે. આ ફિલ્મ યુએસએમાં સેમ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ફ્રાન્સમાં ઓરેન્જ સ્ટુડિયો દ્વારા રિલીઝ કરવામાં આવશે. શોચીકુ સ્ટુડિયો અને મેડુસા અનુક્રમે જાપાની અને ઈટાલિયન સિનેમાઘરોમાં ફિલ્મ લાવી રહ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #lastfilmshow #firstdaylastshow95₹ #ahmedabad