નીતા લીંબાચિયા, અમદાવાદ, 11 ઓક્ટોબર, 2022:
વર્ષ 2005માં પોતાની સ્થાપના બાદથી એનર્જી બેવરેજીસ પ્રા. લિમિટેડે કાયાકલ્પ, તાજગી અને પુનરૂત્થાન સાથેના ત્રિવેણી સંગમ સાથે એક સુખાકારી જીવનના વિશ્વની એક યાત્રાની શરૂઆત કરી છે. એનર્જી બેવરેજીસ એ શ્રી નયન શાહનો વિચાર છે, જેઓ યુવાનોને બ્રાન્ડના વર્ક કલ્ચરમાં એકીકૃત કરીને પ્રગતિશીલ અભિગમ સાથે કંપનીને ચલાવવામાં દ્રઢપણે માને છે.એનર્જી બેવરેજીસ પ્રા. લિમિટેડે2010માં ક્લિયર પ્રીમિયમ વોટર લોન્ચ કર્યું, જે ચોરસ બોટલ અને વર્ટિકલ અને પ્રાઈવેટ બ્રાન્ડિંગમાં અગ્રણી છે અને હાલમાં ભારત ભરમાં “ક્લિયર” પ્રીમિયમ વોટરની ઉપસ્થિતિ ધરાવે છે.
કંપનીના વેચાણ લક્ષ્ય વિશે વાત કરતા એનર્જી બેવરેજીસના ફાઉન્ડર અને સીઈઓ શ્રી નયન શાહે જણાવ્યું“પહેલેથી જ અમદાવાદમાં પ્લાન્ટમાં કાર્યરત છે અને અમે 2019માં સુરતમાં અમારો સૌથી મોટો પ્લાન્ટ શરૂ કર્યો, જે એક દિવસની અમારી કુલ ક્ષમતા 8 લાખ બોટલ બનાવે છે. અમે હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સ બિઝનેસીસની સાથેસાથે રિટેલ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમે હાલમાં 34 કો-પેકર્સ, 700થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 6500થી વધુ રિટેલ આઉટલેટનું મજબૂત નેટવર્ક ધરાવીએ છીએ. જેના કારણે અમે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.125 કરોડની રેવન્યૂને પ્રાપ્ત કરી છે, જે વર્ષના અંતે તે રૂ.220 કરોડ સુધી પહોંચી જશે. જેમ જેમ અમે આગળ વધીએ છીએ તેમ અમારૂં લક્ષ્ય બજારની વધુ સારી અને વ્યાપક તકો મેળવવા અને 2026 સુધીમાં 1000+ કરોડના વેચાણના અમારા લક્ષ્ય સુધી પહોંચવાનું છે.”
શ્રી નયન શાહેવધુમાં જણાવ્યું, “અમે દેશની પ્રીમિયમ બોટલ્ડ વોટર કંપની બનવા માટે પ્રતિબદ્ધ છીએ, જે બેવરેજીસ ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર છે. અમે અમારા ગ્રાહકોના વધુ સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરીએ છીએ અને સતત નવીનતા દ્વારા ટકાઉ ભવિષ્ય તરફ યોગદાન આપીએ છીએ. એનર્જી બેવરેજીસ ખાતે અમારો ધ્યેય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો અને ડિલિવરીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં પ્રીમિયમ મિનરલ વોટર પ્રદાન કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીગ્રાહક સંતોષને અત્યંત મહત્વ આપવાનો છે.”
ભારત વ્યાપક રીતે ડ્રિન્કિગ વોટરનું સંગઠિત અને અસંગઠિત બજાર ધરાવે છે. જેથીલોકો જે પી રહ્યાં છે તે પેક્ડ વોટર પીવા યોગ્ય છે કે નહીં તે મહત્વનું બની જાય છે. આ માટે કંપની દેશમાં પેક્ડ ડ્રિકિંગ વોટર વિશે જાગૃતતા ફેલાવવા માટે યોજના બનાવી રહી છે, જે અંતર્ગત જાહેરાતના માધ્યમથી લોકોમાં પેક્ડ ડ્રિન્કિંગ વોટરને લઇને જાગૃતતા ફેલાવવામાં આવશે. આ માટે કંપની દ્વારા વિશેષ રીતે ભંડોળની ફાળવણી કરવામાં આવશે.
એનર્જી બેવરેજીસપાસે 1000 બોટલ પર મિનિટ કંપનીની માલિકીની અત્યાધુનિક વર્ટિકલી ઈન્ટિગ્રેટેડ સંપૂર્ણ સ્વચાલિત બોટલિંગ લાઇન છે, જેમાં ક્લિયરર્થ મધ્ય ગુજરાતમાં સૌથી મોટો બોટલિંગ પ્લાન્ટ ધરાવે છે. આ ઉપરાંત કંપની ભારતભરમાં પોતાની માલિકીના 2 પ્લાન્ટ અને 30થી વધુ કો-પેકિંગ એકમો ધરાવે છે, 40 લાખથી વધુની બોટલ પ્રતિ દિવસની કુલ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. એનર્જી બેવરેજીસની ઉત્પાદન સુવિધાઓ બીઆઈએસ/ એફએસએસએઆઇ ધોરણોના પાલન સહિત આંતરરાષ્ટ્રીય સલામતી અને સ્વચ્છતા ધોરણોનું પાલન કરે છે. આ ઉપરાંત, શૂન્ય દૂષિતતાની ખાતરી કરવા માટે ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ માટે નવીનતમ બોટલિંગ તકનીકોના ઉપયોગની સાથે કંપની એકીકૃત સંશોધન અને વિકાસ સુવિધાઓ અને ક્ષતિરહિત ગુણવત્તા નિયંત્રણ તપાસ સાથે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ ધરાવે છે.
એનર્જી બેવરેજીસ પર્યાવરણના જતન સાથે સફળતા હાંસલ કરવા માટે સતત પોતાને પ્રેરિત કરે છે અને કંપનીપર્યાવરણ પ્રત્યે સજાગ કંપની તરીકેટકાઉ ભાવિ બનાવવાની દિશામાં પગલાં લઈ રહી છે.આ દિશામાં કંપની દ્વારા 2019 માંસુરત ખાતે અદ્યતન અને ઑટોમેડ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી, જે અંતર્ગત 40% ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી ઇકો-ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ લાઇન-ક્લીઅર્થ એડિશનની રચના કરવામાં આવી, જે ટકાઉપણા અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા તરફ એક મહત્વનું પગલું છે.
#bharatmirror #bharatmirror21 #news #energybeverages #clearpremiumwater #ahmedabad