નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 04, 2022, અમદાવાદ
રાજયભરમાં નવરાત્રી મહોત્સવનું માહોલ જામી રહ્યો છે. ત્યારે અમદાવાદનાં ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ સન રીયલ હોમ્સ વિભાગ-2 ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીનાં સભ્યો ઉપસ્થિત રહીને મહાઆરતી કરીને આર્શીવાદ મેળવી રહ્યા છે.
આ અંગે અસંગઠિત મજૂદર કોંગ્રેસ પક્ષનાં ઉપપ્રમુખ અને સોસાયટીનાં ચેરમેન પ્રવીણ પટેલ જણાવ્યું હતું કે કોરોનાં બે વર્ષ બાદ સોસાયટીમાં આ વર્ષ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં શેરી ગરબાની થીમ પર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવમાં સોસાયટી તમામ સભ્યો ઉપસ્થિત રહીને મા અંબાનાં ચોકમાં ગરબા ધૂમી ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રી છેલ્લા દિવસે સોસાયટીમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રી મહોત્સવ ઉપરાંત ગણેશ ઉત્સવ જેવા અનેક કાર્યકમો ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે.
સોસાયટીના ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી એવા પ્રવીણભાઈ પટેલ હંમેશા સોસાયટીના કાર્યોમાં તન મન ધનથી જોડાઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.