ફિલ્મ “ગુડ બાય”થી રશ્મિકા મંદાના હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરી રહી છે ડેબ્યૂ
નીતા લીંબાચિયા
ઓકટોબર 04, 2022, અમદાવાદ
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ફિલ્મ “ગુડ બાય”ની પ્રમોશન એક્ટિવિટીના ભાગરૂપે રશ્મિકા અમદાવાદની મહેમાન બની હતી. રશ્મિકા મંદાના “ગુડ બાય” ફિલ્મથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. અમદાવાદની મુલાકાત દરમિયાન રશ્મિકા મંદાનાએ પત્રકારો સાથે ફિલ્મ “ગુડ બાય” વિશે ખુલ્લા મને વાત કરી હતી.
ફિલ્મ “ગુડ બાય”માં રશ્મિકા મંદાના મહાનાયક અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે જોવા મળશે, જેમાં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તાના રશ્મિકાના માતા-પિતાની પિતાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સુનીલ ગ્રોવર, એલી અવરામ, પવેલ ગુલાટી સહિત અન્ય જાણીતા કલાકારો જોવા મળશે.
ફિલ્મ “ગુડ બાય” એક હિન્દી કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેનું લેખન અને દિગ્દર્શન વિકાસ બહલે કર્યું છે. ફિલ્મને એક્તા કપૂર અને શોભા કપૂરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ “ગુડ બાય” થિયેટર્સમાં 7 ઓક્ટોબરના રોજ રીલિઝ થઇ રહી છે. #bharatmirror #bharatmirror21 #news #goodbye #Hindifilm #ahmedabad