સંજય દત્ત દ્વારા પ્રસ્તુત અમેરિકન ઇન્ડિયન જય પટેલ દિગ્દર્શક અહિંસાનો પ્રતિભા દર્શાવતી હોલીવુડ શોર્ટ ફિલ્મ ‘I’m Gonna Tell God Everything’ 2જી ઓક્ટોબરના રોજ યુટ્યુબ પર રિલીઝ થશે
નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 25, 2022, અમદાવાદ
મોહનદાસ કરમચંદ ગાંધી અહિંસાના પ્રતિક તરીકે વિશ્વમાં જાણીતા છે, તેમનો જન્મદિવસ 2જી ઓક્ટોબરે ઉજવાય છે. તેમણે અહિંસક લડત દ્વારા ભારતને આઝાદી અપાવીને સાબિત કરી દીધું છે કે અહિંસામાં કેટલી તાકાત હોય છે. જોકે, દુનિયામાં ક્યાંકને ક્યાંક યુદ્ધ કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, અત્યારે પણ યુક્રેન-રશિયા, આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય કે તાઈવાન અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ આ બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ખરાબ અસર દેશની મહિલાઓ અને બાળકો પર થાય છે. ગુજરાતમાં જન્મેલા અને અમેરિકામાં ઉછરેલા જય પટેલે હોલીવુડના અન્ય કલાકારો સાથે મળીને શોર્ટ ફિલ્મ ‘I’m Gonna Tell God Everything’ દ્વારા પ્રેક્ષકોને અહિંસાનો દબદબો જણાવવાનો પ્રયાસ કર્યો છે.
જય પટેલે ફિલ્મ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, “જ્યારે જાણીતી લેખિકા કેથરિન કિંગ અમેરિકામાં તેમના ઘરે આવી ત્યારે તેણે તેમને સીરિયામાં ચાલી રહેલા યુદ્ધની એક સત્ય ઘટના વિશે જણાવ્યું જે સાંભળીને હું ચોંકી ગયો હતો, તે જ સમયે મેં આ સ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.8
જે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે ફિલ્મ જેવું બીજું કોઈ માધ્યમ નથી. ફિલ્મની સ્ટોરી કેથરિન કિંગ દ્વારા લખવામાં આવી હતી અને ફિલ્મ માટે હોલિવૂડના આર્ટિસ્ટોનું સિલેકશન કરવામાં આવ્યું હતું. ઓગણીસ મિનિટની ફિલ્મનું બેકગ્રાઉન્ડ એલેપ્પો સીરિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સ્ટોરીનું મુખ્ય મથક યુસુફ નામનો બાળક છે.”
#bharatmirror #bharatmirror21 #news #hoiiywoodshortfilm #godeveryhting #sanjaydutt #ahmedabad