વિવિદ સંપ્રદાયના ધર્મગુરૂઓ સદભાવ યાત્રામાં જોડાયા
વિશ્વની સુપ્રસિદ્ધ પાંચ સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા વિશ્વ શાંતિ અર્થે ધૂન રેલાવી
નીતા લીંબાચિયા, અમદાવાદ,
તા. 25 સપ્ટેમ્બર 2022
મણીનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજાઇ રહેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ સદભાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહીને સર્વધર્મ નો સંદેશો પ્રસરાવ્યો હતો. આ સદભાવના યાત્રાને કાંકરિયા ગેટ નં.૧ થી મણીનગર પરમ પૂજય આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત યોજાયેલી સદભાવ યાત્રામાં સદભાવ, વ્યસન મુક્તિ, બેટી બચાવો- બેટી પઢાઓ, પર્યાવરણ જતન, સ્વચ્છતા જાગૃતિ જેવા સામાજિક સંદેશાઓના પ્લેકાર્ડ દર્શાવાયા હતાં.
આ સદભાવ યાત્રાનું મુખ્ય આકર્ષણ વિશ્વ પ્રસિદ્ધિ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઇલ બેન્ડ, કેન્યા, લંડન, બોસ્ટન, યુકે, અમેરિકા, મણીનગર-ભારતના બેગપાઇપ બેન્ડ જોડાયા હતા.
આ પાંચેય પાઇપ બેન્ડ દ્વારા વિશ્વ શાંતિ અર્થેની ધૂન રેલાવી હતી. સદભાવ યાત્રામાં અંદાજે સાઇઠ હજાર ઉપરાંતની વિશાળ મેદની હતી.
#bharatmirror #bharatmirror21 #news #shreeswaminarayangadisuvarmamahotsava-sadbhavyatrs #ahmedabad