સરખેજ વોર્ડના ભાજપના સહકારિતા સેલના સંયોજક શ્રી વિપુલભાઇ દોશીએ 307 બહેનોના રીકરીંગ બચત ખાતાનો પ્રથમ હપ્તો ભરી અનોખી સામાજિક પહેલ અને પ્રેરણા પૂરી પાડી,
આ અનોખી સામાજિક પહેલમાં ભાજપના અગ્રણી કાર્યકર શ્રી કુંવર વિજયેન્દ્રસિંહજી ઉપરાંત બોપલ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર અને સમગ્ર સ્ટાફનું પણ ભારે યોગદાન રહ્યું
અમદાવાદ,તા.17
બોપલ ઘુમા વિસ્તારમાં આવેલ બોપલ પોસ્ટ ઓફિસ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 73 માં જન્મદિવસ નિમિત્તે દેશની બહેન દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા તથા બચત કરવાની ટેવ પાડવાના શુભ આશ્રયથી બોપલ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર અને સમગ્ર સ્ટાફે ભારે મહેનત સાથે ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોના નવા 307 બચત ખાતા ખોલી એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે. એકસાથે આટલા રીકરીંગ બચત ખાતા ખોલી નાગરિકોને ખાસ કરીને મહિલાઓને બચતની ટેવ પાડતા શીખવાડવાની અને રીકરીંગ એકાઉન્ટ દ્વારા તેના ભવિષ્યના આયોજનની પ્રેરણા પૂરી પાડવામાં ભાજપના બે આગોવાનોનું બે મોટુ યોગદાન રહ્યું હતું.
સરખેજ વોર્ડ ભાજપના સહકારિતા સેલના સંયોજક શ્રી વિપુલભાઇ દોશીએ આ તમામ 307 બહેનોના બચત ખાતાનો પ્રથમ હપ્તો ભર્યો હતો. આમ કરી શ્રી વિપુલભાઇ દોશીએ આ બહેનોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે પોસ્ટ ઓફિસમાં બચત ખાતાની શુભ શરૂઆત કરાવી આપવામાં આવી હતી. ત્યારબાદ હવે બાકીના હપ્તાઓ આ બહેનો અને ખાતાધારકોએ તેમની બચત પ્રમાણે ભરવાના રહેશે, જેથી તેમના ભવિષ્યનું સુંદર નાણાંકીય આયોજન થઇ શકે. સરખેજ વોર્ડના ભાજપના સહકારિતા સેલના સંયોજક શ્રી વિપુલભાઇ દોશીના આ પ્રોત્સાહનભર્યા પ્રયાસની ભારે સરાહના થઇ હતી. બહેનોના 307 બચત ખાતાઓ ખોલવામાં ભાજપના અગ્રણી કાર્યકર શ્રી કુંવર વિજયેન્દ્રસિંહજીનું પણ સારૂ એવું યોગદાન રહ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને અનોખી રીતે જન્મદિનની શુભેચ્છા પાઠવવાના ભાજપના આગેવાનોના પ્રોત્સાહનભરી પહેલને બિરદાવવામાં આવી રહી છે. સરખેજ વોર્ડના ભાજપના સહકારિતા સેલના સંયોજક શ્રી વિપુલભાઇ દોશી અને ભાજપના અગ્રણી કાર્યકર શ્રી કુંવર વિજયેન્દ્રસિંહજીએ આ અનોખી સામાજિક પહેલને લઇ જણાવ્યું હતું કે, સમાજમાં આ પ્રકારના રચનાત્મક કાર્યો અને પ્રસંગો માટે અન્ય લોકોએ પણ આગળ આવવું જોઇએ. અમે 307 બહેનોના બચત ખાતા ખોલાવી આપી તેમને જીવનમાં બચત કરવાની ટેવનો મહિમા શીખવાડયો છે અને સમજાવ્યો છે કે, જેથી ભવિષ્યમાં તેમને જીવનના કપરા કાળમાં તેમને આ બચત બહુ ઉપયોગી થઇ પડશે. જો સમાજમાં અન્ય લોકો પણ આ મર્મ સમજે તો ઘણુ સારું. બોપલ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર અને સમગ્ર સ્ટાફનો પણ અમને ભારે સહકાર સાંપડયો તે બદલ અમે તેમનો પણ આભાર વ્યકત કરીએ છીએ.
બીજીબાજુ, બોપલ પોસ્ટ ઓફિસમાં જે 307 બહેનોના રીકરીંગ બચત ખાતા ખોલવામાં આવ્યા તેઓએ પણ ભારે ખુશીની સાથે ભાજપના ઉપરોકત આગેવાનો અને બોપલ પોસ્ટ ઓફસના સમગ્ર સ્ટાફ પરત્વે આભારની લાગણી વ્યકત કરી હતી કે તેઓએ તેમને જીવનમાં બહુ ઉપયોગી શીખ સાથે બચત કરવાની ટેવ પાડવાની પ્રવૃત્તિ તરફ વાળ્યા છે. આ અમારા માટે એક જીવનની હકારાત્મક પહેલ બની રહેશે. આ બહેનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.
#bharatmirror #bharatmirror21 #news