હાલના ડીજીટલ બેંકીંગના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા અને ખાતેદારોના નાણાંની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી – ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લિ. અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લિ.ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ
આ શૈક્ષણિક સેમીનારનું ઉદ્ઘાટન નેશનલ સીકયુરીટી એડવાઇઝરી બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ડો.બિમલ એન.પટેલ, ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લિ. અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લિ.ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ, સાબરકાંઠા ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લિ.ના ચેરમેન મહેશભાઇ પટેલ, ટીસીએસ કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી સોમનાથ ભોમિક દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું
અમદાવાદ,તા.11
ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેકંના ચેરમેન શ્રી અજયભાઇ પટલેના નેતૃત્વમાં ગુજરાતની જિલ્લા બેંકો તેમ જ અર્બન બેંકોના ચેરમેનશ્રી, ડિરકેટરો, ચીફ એકઝીકયુટીવ ઓફિસર અને આઇટી ઓફિસર્સ માટે તા.10 અને 11 સપ્ટેમ્બરના રોજ સાયબર સીકયુરીટી વિષયક બે દિવસીય શૈક્ષણિક સેમીનારનું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક સેમીનારનું ઉદ્ઘાટન નેશનલ સીકયુરીટી એડવાઇઝરી બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ડો.બિમલ એન.પટેલ, ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લિ. અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લિ.ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ, સાબરકાંઠા ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લિ.ના ચેરમેન મહેશભાઇ પટેલ, ટીસીએસ કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી સોમનાથ ભોમિક દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું.
ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લિ. અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લિ.ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલે પોતાના પ્રાસંગક પ્રવચનમાં જણાવ્યું હતું કે, હાલના ડીજીટલ બેંકીંગના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા અને ખાતેદારોના નાણાંની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી છે. જે માટે ગુજરાતના સીમાડાના ગામડાઓ સુધી તમામ લોકોને સાયબર સુરક્ષા લક્ષી માહિતી પહોંચાડવા આવા શૈક્ષણિક સેમીનાર જ મહ્ત્વની ભૂમિકા ભજવશે. ભવિષ્યમાં આ વિષયક ટ્રેનીંગ સેમીનારનું આયોજન તમામ જિલ્લા બેંકો તેમ જ અર્બન બેંક ઓફિસર્સ માટે કરવામાં આવશે, જેની શરૂઆત થઇ રહી છે.
આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.બિમલ એન.પટેલે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કામગીરી અંગે માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિવર્સિટી સાયબર સીકયુરીટી લક્ષી સેમીનારમાં સહભાગી થઇ સમાજમાં જાગૃતતા ફેલાવવા એક મહત્વનું યોગદાન આપશે. તદુપરાંત આ આવા સેમીનારની બેંકીંગ સેકટરમાં શુ અગત્યતા છે તે વિષયક પણ માર્ગદર્શન આપ્યુ હતું.
બે દિવસ ચાલનાર આ શૈક્ષણિક સેમીનારમાં મોટી સંખ્યામાં સહકારી બેંકોના આઇટી ઓફિસર્સે ભાગ લીધો હતો. બેંકીંગ ક્ષેત્રમાં સાયબર સીકયુરીટીની અગત્યતા સાયબર ફ્રોડ રોકવાના કેટલાક ઉપાયો, સાયબર ફોરેન્સીક માટેની અગત્યની ટેકનીક્સ, સાયબર સુરક્ષાના કેટલાક કાયદાઓ, રિસ્ક એસેસમેન્ટ, તેમ જ ભવિષ્યમાં બેંકીંગ સેકટરમાં આવનાર ટેકનોલોજી વિશે ઉંડાણપૂર્વકનું માર્ગદર્શન રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિવર્સિટીના નિષ્ણાત અનુભવી પ્રવકતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
આવા શૈક્ષણિક સેમીનારથી તમામ ઓફિસર્સના જ્ઞાનમાં વધારો થશે, જે ભારત સરકારના ડીજીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડાના નાનામાં નાના ખેડૂતને જાગૃત કરી તેમના સુધી પૂરતી માહિતી પહોંચાડી શકશે અને મહત્વની ભૂમિકા ભજવી શકશે.
#bharatmirror #bharatmirror21 #news