હિન્દી બેલ્ટમાં વાચકોનો વિશ્વાસ જીત્યા બાદ જાગરણ ન્યૂ મીડિયા હવે ગુજરાતીમાં પ્રવેશ કરવા તૈયાર છે. ગુજરાતી એક એવી સ્થાનિક ભાષા કે જે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે બોલાય છે. ગુજરાત રાજ્ય વસતા ગુજરાતીઓ અને વિશ્વભરમાં ગુજરાતી ભાષા બોલતાં ગુજરાતીઓને ગુજરાતી જાગરણ ડોટ કોમ પળેપળના રિયલ ટાઈમ સમાચાર અને માહિતી પહોંચાડશે. યુઝર્સને સ્થાનિક અને દેશના સમાચારોની તમામ અપડેટ માટેની સંબંધિત, વિશ્વસનીય, ભરોસાપાત્ર માહિતી એક જ સ્થળેથી મળી રહેશે. એટલું જ નહીં પણ, યુઝર્સને મનોરંજન, રમતગમત, વર્લ્ડ, શેરબજાર, બિઝનેસ, લાઈફસ્ટાઈલ, ફૂડ, ધર્મ અને જયોતિષશાસ્ત્ર સહિતના વિવિધ વિષયોને લગતી એક્સક્લુઝિવ માહિતી પણ વાંચવા મળશે.
અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 09, 2022, અમદાવાદ
અમદાવાદમાં આયોજિત ઉદઘાટન સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સમાજિક ન્યાય મંત્રી પ્રદિપ પરમાર, શ્રમમંત્રી બ્રિજેશ મિર્ઝા, સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
લોન્ચ પ્રસંગે જાગરણ ન્યૂ મીડિયાના CEO ભરત ગુપ્તાએ કહ્યું કે, ‘પ્રાદેશિક ભાષાઓની ક્ષમતાને ઓળખવી મહત્વપૂર્ણ છે, કારણ કે હિન્દી બેલ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અમને ગર્વ છે. અમારો ધ્યેય અમારા યુઝર્સને વિશ્વસનીય સ્થાનિક, ભરોસાપાત્ર અને વાસ્તવિક માહિતી પ્રદાન કરવાનો છે, જે તરત જ ઓનલાઈન ઉપલબ્ધ છે. કન્ટેન્ટ ફર્સ્ટ પ્લેટફોર્મ તરીકે, અમે આકર્ષક, ભરોસાપાત્ર અને વાસ્તવિક સામગ્રી પ્રદાન કરવામાં માનીએ છીએ, જે ઓનલાઈન ન્યૂઝ ઈકોસિસ્ટમનો સૌથી મોટો પડકાર છે. ભાષાઓ આપણી સંસ્કૃતિનો મહત્વપુર્ણ ભાગ છે, અને એક અગ્રણી ન્યૂઝ અને પબ્લિકેશન પ્લેટફોર્મ તરીકે, અમે Jagran.comને ગુજરાતીમાં શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે અમારા વાચકોને વધારે સારા અને સમૃદ્ધ બનાવશે. જેમ જેમ અમે આગળ વધીએ છીએ, તેમ તેમ ભાષા વિસ્તરણ અમારી વાચક વૃદ્ધિ વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, અને અમને સમાવિષ્ટ અને પ્રગતિશીલ ભારતના અમારા મિશનની નજીક લઈ જશે.’
જાગરણ.કોમના એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાયે લોન્ચ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આવીને જાગરણ સમૂહ ગૌરવની લાગણી અનુભવે છે, અમે આ તકને દેશ અને વિદેશમાં ગુજરાતી બોલતાં વાચકોની સેવા કરવાના સંદર્ભમાં જોઈ રહ્યા છીએ. અમારો ધ્યેય વિશ્વભરમાં બનતી ઘટનાઓને દરેક ગુજરાતી સરળભાષામાં સમજી શકે તે રીતે રજૂ કરવાનો છે. સમાચારની સાથે દરેક ગુજરાતીનું જ્ઞાન વધે, સમસ્યાઓનું સમાધાન મળે અને જીવન જીવવાની નવી રાહ મળે એવો અમારો પ્રયાસ રહેશે. આપણા દેશના ઘણા ભાગો એવા છે, જ્યાં ભાષા સામગ્રીની અછતને કારણે સંબંધિત, વિશ્વસનીય અને ભરોસાપાત્ર જ્ઞાન અને માહિતી ખૂટે છે. આ પ્લેટફોર્મ દ્વારા, અમે એવી સામગ્રી લાવીશું, જે ખાસ કરીને ગુજરાતી બોલતા વાચકો માટે બનાવવામાં આવી છે. ગુજરાતી જાગરણની શરૂઆત સાથે અમે ગુજરાતી બોલતા વાચકો સમક્ષ સોલ્યૂશન જર્નાલિઝમની અનોખી બ્રાન્ડ લાવ્યા છીએ, જે જાગરણને ભીડથી અલગ પાડે છે.’
GujratiJagran.comનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ફેલાયેલાં ગુજરાતના વાચકો માટે જાગરણ સમૂહનું વિશ્વસનીય અને સોલ્યૂશન જર્નાલિઝમ લાવવાનો છે. આ પહેલ જાગરણના વિશાળ ન્યૂઝ નેટવર્ક, જાગરણ પ્રાઈમના તથ્યપૂર્ણ અને ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ્સ અને વિશ્વાસ ન્યૂઝની ફેક્ટ ચેક સ્ટોરીઓની એક્સેસની ખાતરી આપે છે. આ વેબસાઈટ સ્થાનિક અપડેટ્સ અને દેશના વિવિધ ભાગોના સમાચાર, રાજકારણ, શેરબજાર, રમતગમત, જ્યોતિષશાસ્ત્ર, લાઈફસ્ટાઈલ અને સ્વાસ્થ્યના વિષયોને આવરી લેશે.
જાગરણ ન્યૂ મીડિયા
જાગરણ ન્યૂ મીડિયા એ જાગરણ પ્રકાશન લિમિટેડનો ડિજિટલ ભાગ છે- જે પ્રિન્ટ, OOH, એક્ટિવેશન્સ, રેડિયો અને ડિજિટલમાં ફેલાયેલી તેની પાંખો સાથેનું ભારતનું અગ્રણી મીડિયા અને કમ્યુનિકેશન જૂથ છે.
જાગરણ ન્યૂ મીડિયાની પહોંચની વાત કરીએ તો, તેના 101 મિલિયનથી વધારે યુઝર્સ (કોમસ્કોર MMX મલ્ટી-પ્લેટફોર્મ; જૂન 2022) છે, અને 67.18 મિલિયન વિડીયો વ્યૂઝ (યુટ્યુબ, જૂન 2022) છે, અને તેણે ભારતમાં ટોચના 10 સમાચાર અને માહિતી પ્રકાશકોમાં તેનું સ્થાન મજબૂત કર્યું છે. કંપની મલ્ટીમીડિયા સામગ્રી પ્રકાશિત કરે છે, જેમાં એક દિવસમાં 7000થી વધુ સ્ટોરી અને 40 વિડીયોનો સમાવેશ થાય છે.
JNM મીડિયા અને પબ્લિશિંગ કેટેગરી હેઠળ વિવિધ શ્રેણીઓ ઓફર કરે છે અને વિવિધ શ્રેણીઓમાં રિયલ ટાઈમ કન્ટેન્ટ પ્રદાન કરવામાં તે હંમેશા અગ્રેસર રહ્યું છે, તેમાં સમાચાર અને રાજકારણનો ફાળો પ્રમુખ છે, પણ સાથે-સાથે શિક્ષણ, લાઈફસ્ટાઈલ, હેલ્થ, ઓટો અને ટેક્નોલોજીનું યોગદાન પણ મહત્વપુર્ણ છે. કંપની પાસે સમાચાર અને રાજકારણને આવરી લેતી સમર્પિત વેબસાઈટ્સ છે, જેમાં jagran.com, naidunai.com, inextlive.com, punjabijagran.comનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અગ્રણી હેલ્થ વેબસાઈટ Onlymyhealth.com, મહિલાઓ માટેનું ખાસ પોર્ટલ Herzindagi.com અને ખાસ શિક્ષણ માટેની વેબસાઈટ JagranJosh.com, અગ્રણી ફેક્ટ ચેક વેબસાઈટ Vishvasnews.comનો પણ સમાવેશ થાય છે.