અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 08, 2022, અમદાવાદ
મહામારી પછીના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ અમદાવાદનું આજે ભવ્ય સમાપાન થયું હતું, જેમાં ગુજરાત અને પશ્ચિમ ભારતમાંથી મોટી સંખ્યામાં ટ્રાવેલ ટ્રેડ જોવા મળ્યો હતો. ત્રણ દેશ અને 22 રાજ્યોના 700થી વધુ વિક્રમી પ્રદર્શકો સાથે ટીટીએફ અમદાવાદ અત્યાર સુધીનો સૌથી મોટો ઈવન્ટ બન્યો હતો. આ શોએ મહામારી પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં નોઁધપાત્ર પુનરોત્થાન થયાનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડ્યો હતો.
દાયકાઓથી ટીટીએફ, ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે એકબીજાને મળવા, નેટવર્કિંગ અને વ્યવસાય કરવા માટેનું સર્વોત્તમ પ્લેટફોર્મ રહ્યું છે. અને આ વર્ષ પણ કંઈ અલગ નહોતું. મહામારી પછી, ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમના મજબૂત પુનરાગમન માટે આ શોનું મહત્વ, શો ફ્લોર પર થયેલા ટર્ન-આઉટ દ્વારા સ્પષ્ટ થઈ ગયું હતું. 7000 થી વધુ ટ્રેડ વિઝિટર્સે આ શોમાં ભાગ લીધો હતો – જે મહામારી-સંબંધિત પ્રતિબંધોના બે વર્ષ પછી ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં ટીટીએફના મહત્વનો પુરાવો છે. ફ્લોર પર જોવા મળેલો ધસારો જબરજસ્ત હતો અને સમગ્ર ઉદ્યોગ માટે તે લાભદાયી બની રહ્યો હતો.
2022-2023ના આગામી મહિનાઓમાં ભારતભરમાં પ્રવાસ અને પર્યટનમાં તેજી આવવાની સંભાવના છે. ભારતીય ડોમેસ્ટિક ટ્રાવેલ માર્કેટ વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્થિતિસ્થાપક બજારોમાંનું એક છે. ભારતમાંથી આઉટબાઉન્ડ મુસાફરી વધતી માંગ સાથે તેજીમાં છે, જો કે વિશ્વના ઘણાં દેશોમાં માટે વિઝા પ્રોસેસિંગમાં બેકલોગ ચાલી રહ્યો છે.
2022માં જ 68% ભારતીયો સ્થાનિક મુસાફરી કરે તેવી અપેક્ષા છે, સ્થાનિક પર્યટન નિ:શંકપણે દેશના અર્થતંત્રમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. અહેવાલો અનુસાર, જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન સ્થાનિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક લગભગ 67% (વાર્ષિક ધોરણે) વધીને 5.72 કરોડ થઈ ગઈ છે.
પ્રવાસન ઉદ્યોગમાં મૂલ્યવાન પ્રદાન બદલ ટીટીએફે હંમેશા ગુજરાતના બજારના મહત્વને માન્યતા આપી છે, ચાલુ વર્ષે પણ તેણે એ બાબતને પુનઃપ્રસ્થાપિત કરી હતી કે ટુરિઝમનું સૌથી મૂલ્યવાન બજારની હોવાની સાથે સાથે જ આ રાજ્ય પ્રવાસન માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહેવાલો અનુસાર, ગુજરાતના જીડીપીમાં ટુરિઝમનો ફાળો વર્ષ 2022 માં રાજ્યના કુલ કુલ ઘરેલુ ઉત્પાદનમાં આશરે 10.2 ટકા રહેવાનો અંદાજ છે, જે 2015 માં લગભગ પાંચ ટકા હતો. આ વૃદ્ધિમાં ખાસ કરીને અમદાવાદનો નોંધપાત્ર ફાળો છે.
ગુજરાતે પણ આવનારા પ્રવાસીઓમાં જોવાયેલા પુનરોત્થાનના લાભ મેળવ્યાં છે. 2022-2023ના પહેલા ક્વાર્ટરમાં અમદાવાદમાં એર પેસેન્જર્સની સંખ્યામાં 194 ટકાનો વધારો થયો છે. માત્ર એપ્રિલ-જૂનના સમયગાળા દરમિયાન જ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુસાફરો સહિત આશરે 21.2 લાખ મુસાફરો શહેરના એરપોર્ટ પરથી પસાર થયા હતા. કોર્પોરેટ પ્રવૃત્તિઓમાં વધારો અને આગામી લગ્નસરાની સિઝનને કારણે અમદાવાદની તમામ હોટેલોમાં હોટેલ ઓક્યુપન્સી અને એવરેજ ડેઇલી રેટ (એડીઆર)માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હોટેલિયર્સના જણાવ્યા અનુસાર, એડીઆર ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં રૂમ દીઠ રૂ. 2,900ની નીચી સપાટીથી વધીને પ્રતિ રાત રૂ. 5,500 પ્રતિ રૂમ જેટલું ઊંચું થયું છે. તમામ હોટલોમાં ઓક્યુપન્સીનું સ્તર વધીને સરેરાશ ૭૫ ટકા થઈ ગયું છે.
ગુજરાતના આ વિશાળ અને ધમધમતા ટુરિઝમ માર્કેટના એક્સેસનું માર્ગ સુલભ બનાવતો ભારતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ દિવાળી અને શિયાળાના વેકેશનની ટ્રાવેલ સીઝન પૂર્વે યોગ્ય સમયે યોજાયેલ શો હતો.
આ શોમાં ગોવા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની પાર્ટનર સ્ટેટ્સ તરીકે ભાગીદારી હતી. આસામ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ત્રિપુરા પણ ફીચર સ્ટેટ્સ તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. યજમાન રાજ્ય ગુજરાતે તેના તમામ આકર્ષણોનું પ્રદર્શન કર્યું હતું અને આ શોને પોતાનો અપ્રતિમ ટેકો આપ્યો હતો. આ શોમાં ભારતભરમાંથી, ઘણા રાજ્યોના ખાનગી ક્ષેત્રના પાર્ટિસિપન્ટ્સે પણ હાજરી આપી હતી.
આ શોમાં દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ જેવા અન્ય કેટલાક રાજ્યોના ખાનગી પ્રદર્શકો પણ હતા, જેમાં ટ્રાવેલ એજન્ટો, ટૂર ઓપરેટર્સ, હોસ્પિટાલિટી ચેઇન્સ, ડીએમસી, આકર્ષણો વગેરેનો સમાવેશ થાય છે.
ટીટીએફ અમદાવાદમાં નેપાળ અને યુએઈ સહિત વિદેશમાંથી પણ લોકોએ ભાગ લીધો હતો. મોટાભાગના રાજ્યોએ ટૂર ઓપરેટર્સ અને હોટેલિયર્સના પ્રતિનિધિમંડળો સાથે ભાગ લીધો હતો, જેમાં રોગચાળા દરમિયાન પણ આ સ્થળોએ જરૂરી સાવચેતી સાથે મોટી સંખ્યામાં પર્યટન માટે જનારા ભારતીય મુસાફરોના અતૂટ જુસ્સાની પ્રશંસા કરવામાં આવી હતી,
ઇન્ડિયા ટૂરિઝમે પણ આ શોમાં મહત્વની હાજરી આપી હતી, જેમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, ‘દેખો અપના દેશ’, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ જેવા તમામ અભિયાનો અને કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
\આ શો ટ્રાવેલ ટ્રેડ વિઝિટર્સ માટે ત્રણેય દિવસ એટલે કે 6, 7 અને 8 સપ્ટેમ્બર, સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી રિઝર્વ રાખવામાં આવ્યો હતો.
ટીટીએફ એ દેશમાં ટ્રાવેલ ટ્રેડ શોનું સૌથી જૂનું અને સૌથી મોટું નેટવર્ક છે, જે દર વર્ષે 9 શહેરોને આવરી લે છે, જેને “https://www.ttfotm.com/” તરીકે ઓળખવામાં આવે છે “https://otm.co.in/” અને “https://bltm.co.in/” અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, સુરત અને પુણેમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.
ટીટીએફના આયોજક ફેરફેસ્ટ મીડિયા લિમિટેડના ચેરમેન અને સીઈઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે “રોગચાળા પછીના આ તબક્કામાં મુસાફરી અને પર્યટનના ઉછાળામાં ગુજરાતનો મોટો પ્રભાવ અને યોગદાન રહ્યું છે, અને અમે આ વાઇબ્રન્ટ બજારમાં ટીટીએફ અમદાવાદનું આયોજન કરીને વધુ ખુશ છીએ. એક્ઝિબિટર્સની વિશાળ ભાગીદારી અને મુલાકાતીઓનો એકંદર પ્રતિસાદ એ વાતનો પુરાવો છે કે ઉદ્યોગ ખૂબ જ જોશ સાથે પુન:ધમધમતો થઈ રહ્યો છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “ટીટીએફ અમદાવાદ, જે ટીટીએફ શ્રેણીનો અમારો સૌથી મોટો શો છે, તેને યજમાન રાજ્ય, ટુરિઝણ ઉદ્યોગ અને અમારા એસોસિએશનના ભાગીદારો તરફથી વ્યાપક સહકાર મળ્યો છે, જેઓ સાથે મળીને ટ્રાવેલ અને ટુરિઝમના પુનરુત્થાન માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.”
ટીટીએફ અમદાવાદ પછી ભારતનો બિઝનેસ, લીઝર ટ્રાવેલ અને એમઆઈસીઈનો ભારતનો અગ્રણી શો બીએલટીએમ 10 અને 11 સપ્ટેમ્બર 2022 ના રોજ લીલા એમ્બિયન્સ કન્વેન્શન હોટેલ, દિલ્હી ખાતે યોજાશે, અને ત્યારબાદ ઓટીએમ – એશિયા-પેસિફિકમાં અગ્રણી ટ્રાવેલ ટ્રેડ શો – 13, 14 અને 15 સપ્ટેમ્બર 2022 ના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઇ ખાતે આયોજિત કરવામાં આવશે.
ટીટીએફ OTOAI, TAAI, ADTOI, ETAA, IATTE, ABTO, TUC, NIMA, TOA, SKAL ઈન્ટરનેશનલ, , SITE, TAG, TOSG, TLC, GTAA, SGTCA, TAAS, ATAA, RAAG, VTAA, UTEN અને TAAPI જેવા રાષ્ટ્રીય અને પ્રાદેશિક ટ્રાવેલ એસોસિએશનોનો સક્રિય ટેકો ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #ttf #otm #bltm #ahmedabad