60 લાખ ધિરાણોની ચૂકવણી, ડિવાઈસ મૂકવાની સંખ્યા 45 લાખનો આંક વટાવી ગઈ
ધિરાણ વિતરણ બિઝનેસનો વાર્ષિક રન રેટ હવે રૂ.29,000 કરોડથી વધુ થયો
484 ટકાના વૃધ્ધિ દર સાથે ધિરાણનું મૂલ્ય એકંદરે રૂ.4,517 કરોડ (586 મિલિયન ડોલર) થયું
ડિવાઈસ મૂકવાની ગતિમાં વધુ વેગ આવ્યો અને તેની સંખ્યા હવે 45 લાખથી વધુ થઈ.
નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 07, 2022, અમદાવાદ
પેટીએમની સુપર એપ્પ ઉપર ગ્રાહકો જોડાવાનું પ્રમાણ સૌથી વધુ થયું, સરેરાશ માસિક ટ્રાન્ઝેક્ટીવ યુઝર (એમટીયુ) ની સંખ્યા 788 લાખ થઈ
ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા ક્યુઆર અને મોબાઈલ પેમેન્ટની પાયોનિયર પેટીએમે ઓગષ્ટ 2022ના માસિક બિઝનેસ ઓપરેટીંગ પર્ફોર્મન્સ અંગે તાજી માહિતી રજૂ કરી છે. કંપનીનો ધિરાણ બિઝનેસ રૂ.29,000 કરોડ (306 અબજ ડોલર) નો વાર્ષિક રન રેટ વટાવી ગયો છે, ત્યારે કંપનીની જુલાઈ અને ઓગષ્ટની જીએમવી વાર્ષિક ધોરણે 72 ટકા વધીને અનુક્રમે રૂ.2.10 લાખ કરોડ (26 અબજ ડોલર) રહી છે.
ઓગષ્ટ 2022માં પૂરા થતા બે માસના ગાળા દરમ્યાન પેટીએમે 60 લાખ ધિરાણોનું વિતરણ કરીને રૂ.4,517 કરોડના ધિરાણ મૂલ્ય સાથે વાર્ષિક ધોરણે 246 કરોડની વૃધ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત કંપનીની મૂકવામાં આવેલી ડિવાઈસીસની કુલ સંખ્યા 41 લાખ સુધી પહોંચાડીને ઓફ્ફલાઈન પેમેન્ટસમાં તેની આગેવાની મજબૂત કરી છે. પેટીએમ સુપર એપ્પમાં સરેરાશ માસિક ટ્રાન્ઝેક્ટીંગ યુઝર્સ (એમટીયુ) ની સંખ્યા જુલાઈ અને ઓગષ્ટ, 2022માં વાર્ષિક ધોરણે 40 ટકા વધીને 788 લાખ થઈ છે.
નાણાંકિય વર્ષની સુંદર શરૂઆત પછી કંપનીએ હાલમાં ચાલી રહેલા બીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન પોતાની વૃધ્ધિ મજબૂત કરી છે. નાણાંકિય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ વાર્ષિક ધોરણે 89 ટકાની વૃધ્ધિ સાથે આવકમાં રૂ.860 કરોડનો વધારો કર્યો છે. કંપનીની એબીટા (ઈસોપ પહેલાં) ખોટ ઘટીને રૂ.275 કરોડ થઈ છે, જે ત્રિમાસિક ધોરણે રૂ.93 કરોડનો સુધારો દર્શાવે છે. આ ઉપરાંત કંપનીનો કોન્ટ્રીબ્યુશન પ્રોફીટ વાર્ષિક ધોરણ 197 ટકા વધીને રૂ. 726 કરોડ થયો છે, જે કોન્ટ્રીબ્યુશન માર્જીનની આવકમાં 43 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં 35 ટકાની સરખામણીમાં આ વૃધ્ધિ નોંધપાત્ર છે.
#bharatmirror #bharatmirror21 #news #paytmsuperapp #ahmedabad