ટીટીએફ અમદાવાદનો ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે ત્રણ દિવસ માટે પ્રારંભ થયો
મહામારી પછીના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો – ટીટીએફ અમદાવાદનો આજે પ્રારંભ થયો છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ: 6 સપ્ટેમ્બર, 2022:
આ 3 દિવસીય શો 3 દેશો, 22 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 700 થી વધુ સહભાગીઓ સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને મહામારી પછી ફરીથી સુસ્થાપિત કરવાનું મંચ છે.
દાયકાઓથી, ટીટીએફને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના સમારંભો, નેટવર્ક અને બિઝનેસ કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ ગણવામાં આવે છે. રોગચાળા પછીના પરિણામોને પાછળ છોડીને ભારતમાં મુસાફરી અને પર્યટનના મજબૂત પુનરાગમન માટે અને પ્રવાસન ઉદ્યોગ માટે વધુ મહત્વ ધરાવે છે.
આ શોને જે પ્રતિભાવ મળ્યો છે તેને નિર્દેશ ગણવામાં આવે, તો 2022-2023ના આવનારા મહિનાઓમાં સમગ્ર ભારતમાં પ્રવાસ અને પર્યટનમાં તેજીની વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે, કારણ કે ભારતીય સ્થાનિક પ્રવાસ બજાર વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્થિતિસ્થાપક બજારોમાંનું એક છે. ભારતમાંથી આંતરરાષ્ટ્રીય મુસાફરીની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે, જોકે ઘણા વિદેશી દેશો માટે વિઝા પ્રક્રિયામાં વિલંબ થાય છે.
2022માં જ 68% ભારતીયો સ્થાનિક મુસાફરી કરે તેવી અપેક્ષા સાથે, સ્થાનિક પ્રવાસન બેશક દેશના અર્થતંત્રમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. અહેવાલો અનુસાર, જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન ડોમેસ્ટીક હવાઈ મુસાફરોનો ટ્રાફિક લગભગ 67 ટકા (વર્ષ-દર-વર્ષ) વધીને 5.72 કરોડ થયો છે.
ગુજરાતનો સમાવેશ અત્યંત મૂલ્યવાન બજારો અને સ્થળોમાં થાય છે. અહેવાલો અનુસાર, ગુજરાતના જીડીપીમાં પ્રવાસનનું યોગદાન વર્ષ 2022માં રાજ્યના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આશરે 10.2 ટકા હોવાનો અંદાજ હતો, જે 2015માં લગભગ પાંચ ટકા હતો. આ વૃદ્ધિમાં ખાસ કરીને અમદાવાદનો નોંધપાત્ર ફાળો છે.
પ્રવાસીઓના ફરીથી આગમનને કારણે ગુજરાતને પણ લાભ મળી રહ્યો છે. નાણાંકિય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમદાવાદમાં એર પેસેન્જર્સનું પ્રમાણ 194 ટકા જેટલું થયું હતું. અમદાવાદમાં 21.2 લાખ પેસેન્જરો કે જેમાં આંતરરાષ્ટ્રિય અને સ્થાનિક પેસેન્જરોનો સમાવેશ થાય છે. આ પેસેન્જરોએ એપ્રિલથી જૂન દરમ્યાન શહેરોના એરપોર્ટસને ધમધમતું રાખ્યું હતું. અમદાવાદની હોટલોમાં કોર્પોરેટ પ્રવૃત્તિઓ અને લગ્નની આગામી મોસમના કારણે હોટલ ઓક્યુપન્સી અને એવરેજ ડેઈલી રેટસ (એડીઆર) માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હોટેલિયર્સના જણાવ્યા પ્રમાણે એડીઆર રૂમ દીઠ રાત્રિ રોકાણના દર રૂ.2900થી વધીને ગયા એપ્રિલ અને મે દરમ્યાન રૂમ દીઠ રાત્રિ રોકાણના રૂ.5500 જોવા મળ્યા હતા. ઓક્યુપન્સીનું સ્તર પણ આ હોટલોમાં 75 ટકા જેટલું વધ્યુ હતું.
ગુજરાતના મોટા અને ધમધમતા ટુરિઝમ બજારને માંણવાનો માર્ગ મોકળો કરવા માટે સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો નેટવર્કમાં સમાવેશ પામતા ટીટીએફ અમદાવાદનો દિવાળી અને શિયાળુ વેકેશન પૂર્વે પ્રારંભ થઈ રહ્યો છે.
આ શોમાં ગોવા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ પાર્ટનર સ્ટેટ તરીકે સામેલ થઈ રહ્યા છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તામિલ નાડુ, તેલંગણા, આંદામાન-નિકોબાર ટાપુઓ અને ત્રિપુરા ફીચર સ્ટેટ તરીકે સામેલ થઈ રહ્યા છે. યજમાન રાજ્ય તરીકે ગુજરાત પણ પોતાના પ્રવાસન આકર્ષણો રજૂ કરીને આ શોને સહયોગ પૂરો પાડી રહ્યું છે. સમગ્ર દેશમાંથી અને ઘણાં રાજ્યોમાંથી ખાનગી ક્ષેત્રના પાર્ટિસિપેન્ટસ પણ આ શોમાં સામેલ થઈ રહ્યા છે.
આ શોમાં દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક અન્ય રાજ્યોના પ્રાઈવેટ પાર્ટિસિપેન્ટસ પણ સામેલ થઈ રહયા છે, જેમાં ટ્રાવેલ એજન્ટસ અને ટુર ઓપરેટર્સ, હોસ્પિટાલિટી ચેઈન્સ અને ડીએમસી એટ્રેક્શન્સ વગેરેનો સમાવેશ થાય છે.
ટીટીએફ અમદાવાદમાં નેપાળ, તુર્કી અને યુએઈ પણ સામેલ થઈ રહ્યા છે. મોટાભાગના રાજ્યો તેમના ટુર ઓપરેટર્સ અને હોટેલિયર્સ સાથે સામેલ થઈ રહ્યા છે. મહામારીના ગાળા દરમ્યાન જરૂરી સાવચેતીઓ સાથે ભારતીય મુસાફરોથી પ્રવાસન સ્થળો ખૂલ્લા અને ધમધમતા રહયા હતા તે આવકારદાયક બાબત છે.
આ શોમાં ઈન્ડિયા ટુરિઝમની હાજરી મહત્વની બની રહેશે. આ શોમાં તેમની પ્રચાર ઝૂંબેશ અને કાર્યક્રમો ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, ‘દેખો અપના દેશ’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નેજા હેઠળ યોજાશે.
ટીટીએફ અમદાવાદનો ઉદ્દઘાટન સમારંભ તામિલ નાડુ સરકારના માનનિય પ્રવાસન પ્રધાન ડો. એમ. માથીવેન્થનની હાજરીમાં યોજાયો હતો. તામિલ નાડુ ટુરઝમના મેનેજીંગ ડિરેક્ટર, આઈએએસ શ્રી સંદિપ નંદુરી, પંજાબ સરકારના ડિરેક્ટર ટુરિઝમ આઈએએસ, શ્રી કર્ણેશ શર્મા તથા ઉદ્યોગના અન્ય મહાનુભવો આ સમારંભમાં હાજર રહયા હતા.
તા.6, 7 અને 8 સપ્ટેમ્બરના રોજ બપોરના 11.00 થી સાંજના 7.00 દરમ્યાન યોજાનાર આ શો ત્રણ દિવસ દરમ્યાન ટ્રાવેલ ટ્રેડના મુલાકાતીઓ પૂરતો સિમિત રહેશે.
ટ્રાવેલ ટ્રેડના મહાનુભાવો ઉદઘાટન સમયે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં નવા તેમજ હાલના ટ્રાવેલ ટ્રેડ પ્લેયર્સ હતા અને આગામી ત્રણ દિવસમાં ટ્રાવેલ ઉદ્યોગમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે.
TTF, OTM અને BLTM બ્રાન્ડ ધરાવતા ટીટીએફને દેશનો સૌથી જૂનો અને સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો ગણવામાં આવે છે અને દર વર્ષે તે 9 શહેરોને આવરી લે છે. અમદાવાદ ઉપરાંત તેનું આયોજન મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલોર, કોલકતા, હૈદ્રાબાદ, સુરત અને પૂના ખાતે કરવામાં આવે છે. ફેરફેસ્ટ મિડીયા લિમિટેડના ચેરમેન અને સીઈઓ શ્રી સંજય અગરવાલ જણાવે છે કે “ગુજરાતના વાયબ્રન્ટ બજારમાં ટીટીએફ અમદાવાદનું આયોજન કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ રાજ્ય ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગને મહામારી પછીના તબક્કામાં ધબકતું રાખવા માટે ખૂબ જ પ્રભાવક યોગદાન પૂરૂં પાડશે. એક્ઝિબીટર્સ અને મુલાકાતીઓનો એકંદર સહયોગ આ શોની લોકપ્રિયતાનું ઉદાહરણ છે અને દર્શાવે છે કે ઉદ્યોગ યોગ્ય દિશામાં આગળ ધપી રહ્યો છે તથા ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રને ધમધમતું કરશે.”
ટીટીએફ અમદાવાદને OTOAI, TAAI, TAFI, ADTOI, ETAA, IATTE, ABTO, NIMA, TOA, SKAL INTERNATIONAL, SITE, TUC, TAG, TOSG, TLC, SATA, GTAA, SGTCA, TAAS, ATAA, RAAG, VTAA, UTEN, TAAPI, AATO, HHTDN અને EHTTOA જેવા ટ્રેડ એસોસિએશન્સનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે.