અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 04, 2022, અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, વી.ચંદ્રશેખર સાહેબશ્રી, અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓએ જીલ્લા પોલીસ વડા શ્રી અમિત વસાવા, સાહેબશ્રી નાઓને ખાસ એક્શન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપેલ હતી. જે અન્વયે જીલ્લા પોલીસ વડાશ્રીએ જીલ્લાના અધિકારીશ્રીઓને બાતમીદારોને સક્રીય કરી આવા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પુરુ પડેલ. જે આધારે શ્રી ડી.બી.વાળા, પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી., અમદાવાદ ગ્રામ્યએ જેલ્લાના વણશોધાયેલ ગુન્હાઓની યાદી બનાવી હેડવાઇઝ સ્ક્રુટીની કરેલ. જેમાં ધ્યાને આવેલ કે, એક ચોક્કસ એમ.ઓ ધરાવતી ગેંગ રાત્રિના સમયે અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ગામોના સીમ વિસ્તારમાં આવેલ જી.ઇ.બી.ની ચાલુ વીજલાઇનના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરે છે. આમ ચોક્કસ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી તાબાના માણસોને પરીણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હતું. તેના પરીણામ સ્વરૂપ પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર પટેલ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે રાત્રિના સમયે અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ગામોના સીમ વિસ્તારમાં આવેલ જી.ઇ.બી.ની ચાલુ વીજ લાઇનના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરતી “કુમાવત ગેંગ” ના ત્રણ સાગરીતોને પકડવામાં સફળતા મળી છે.
“કુમાવત ગેંગ” ના ત્રણ સાગરીતોને પકડી મોબાઇલ, રોકડ સાહિત કુલ ૩૮,૫૦૦/-નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો.
એલ.સી.બી.ને ચોક્કસ માહિતી મળી હતી કે, કુમાવત ગેંગના માણસો સનાથલ સર્કલ ખાતે છે. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.બી.વાળાએ ટીમ સાથે રેઇડ કરી નીચે મુજબના ત્રણ સાગરીતોને ઝડપી લીધેલ છે.
(૧)પપ્પુ સ/ઓ ભેમાજી થાવરાજી જાતે. ખરાડી ઉ.વર્ષ. ૩૦ ધંધો. સેન્ટીંગ કામ રહે, મંડેલા ઉપલી ગામ, તા.જોતરી જી.ડુંગરપુર, રાજસ્થાન.
(૨)મુકેશકુમાર સ/ઓ કાવાજી લાલાજી જાતે. ડામોર ઉ.વર્ષ. ૨૯ ધંધો. ખેતી રહે. ગામ ખડકાયા તા.ખેરવાડા જી.ઉદયપુર, રાજસ્થાન.
(૩)અનીલ સ/ઓ બાબુલાલ ધુલાજી જાતે. રોહત ઉ.વર્ષ. ૧૯ ધંધો. કડીયા કામ રહે. ગામ ડુંગરપુર, તા.જોતરી જી.ડુંગરપુર, રાજસ્થાન.
ઉપરોક્ત આરોપીઓને પકડી તેઓની તલાસી લેતા તેઓ પાસેથી રોકડા રૂ.૨૭,૫૦૦/- તથા મોબાઇલ-૩ કિ.રૂ.૧૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૮,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરેલ.
આરોપીએ કુલ-૨૯ જગ્યાઓએ ગુન્હાઓને અંજામ આપેલ જે અનુસંધાને તપાસ કરતાં ૯ વણશોધાયેલ ગુન્હાઓ મળી આવ્યા.
આરોપીઓએ તેઓની પુછપરછમાં દરમિયાન છેલ્લા સાત-આઠ મહીના દરમિયાન અમદાવાદ જીલ્લા, મહેસાણા જીલ્લા તથા સૂરત જીલ્લામાં કુલ-૨૯ જગ્યાઓએ વીજલાઇનોના વાયરો તથા અન્ય ચોરીઓ કરેલાની કેફીયત આપતા ખરાઇ કરતાં જે તે પોલીસ સ્ટેશનોમાં આ અંગે ગુનાઓ નોંધાયેલ છે. જે પૈકી હાલ સુધી નીચે મુજબના કુલ-૯ ગુન્હાઓ નોંધાયેલ હોવાની માહીતિ મળી આવેલ છે. જે ગુન્હામાં મુખ્ય સુત્રધાર તરીકે રાધેશ્યામ ઉર્ફે ભોજો સોહનલાલ કુમાવત રહે, ગોતા મુળ રહે, ગોવિંદપુરા ચાંદરાસ થાના બાગોર તા.માંડલ જી. ભીલવાડા રાજસ્થાન તથા નારાયણલાલ ચિત્તરમલ કુમાવત હાલ રહે, સુરત મુળ રહે, રાજસ્થાનના નામ ખુલવા પામેલ છે. જેની ધરપકડ સારૂ ચક્રો એલ.સી.બી. ધ્વારા ગતિમાન કરવામાં આવેલ છે.
(૧) બગોદરા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૦૨૨૦૧૭૭ ઇ.પી.કો. ૩૭૯, ૪૨૭ તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૨) બગોદરા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૦૨૨૦૧૭૮ ઇ.પી.કો. ૩૭૯, ૪૨૭ તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૩) બાવલુ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૦૬૦૦૫૨૧૦૩૯૫ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૪૨૭,૧૧૪
(૪) કામરેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૦૨૨૧૮૪૫ ઇ.પી.કો. કલમ-૩૭૯, તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૫) કામરેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૦૨૨૧૮૪૬ ઇ.પી.કો. કલમ-૩૭૯, તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૬) કામરેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૦૨૨૧૮૪૭ ઇ.પી.કો. કલમ-૩૭૯, તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૭) કામરેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૦૨૨૧૮૪૮ ઇ.પી.કો. કલમ-૩૭૯, તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૮) કોસંબા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૧૨૨૦૮૧૩ ઇ.પી.કો. કલમ-૩૭૯, તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૯) માંગરોલ પો.સ્ટે.ગુ.ર.નં- ૧૧૨૧૪૦૩૩૨૨૦૬૬૦ ઇ.પી.કો. કલમ-૩૭૯, તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
વોન્ટેડ આરોપીઓ-
(૧) રાધેશ્યામ ઉર્ફે ભોજો સોહનલાલ કુમાવત રહે, ગોતા મુળ રહે, ગોવિંદપુરા ચાંદરાસ થાના બાગોર તા.માંડલ જી. ભીલવાડા રાજસ્થાન
(૨) નારાયણલાલ ચિત્તરમલ કુમાવત હાલ રહે, સુરત મુળ રહે, રાજસ્થાનના
આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતિ (એમ.ઓ.) –
આરોપીઓ દિવસ દરમ્યાન જે જગ્યાએ વીજવાયરોની ચોરી કરવાની હોય તે જગ્યાની રેકી કરી રાત્રિના સમયે પીક- અપ ડાલા જેવા વાહનોમાં રેકી કરેલ જગ્યાએ જઇ દોરડું વાયરો ઉપર નાંખી બંન્ને વાયરોને ભેગા કરી ચાલુ વીજલાઇનને ફોલ્ટ કરી બંધ કરી દેતા જેના કારણે વીજવાયરોમાંથી વીજપ્રવાહ બંધ થઇ જતા આરોપીઓ થાંભલા ઉપર ચઢી મોટી કાતરોના હાથા ઉપર પી.વી.સી. પાઇપ ભરાવી કાતરો વડે વીજવાયરો કાપી નાંખતા અને કાપેલા એલ્યુમિનિયમના વીજવાયરોને પીક-અપ ડાલા જેવા વાહનોમાં ભરી રાત્રીના સમયેજ વેચી નાંખી ચોરી સાથે સરકારી વીજ કંપનીઓને નુકસાન કરતા હતા.
આરોપીઓનો પૂર્વ ઇતિહાસ – પકડાયેલ આરોપીઓમાં નીચે મુજબના આરોપીઓ ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે તેમજ હાલમા વોન્ટેડ છે.
પપ્પુ સ/ઓ ભેમાજી થાવરાજી જાતે. ખરાડી ઉ.વર્ષ. ૩૦ ધંધો. સેન્ટીંગ કામ રહે, મંડેલા ઉપલી ગામ, તા.જોતરી જી.ડુંગરપુર, રાજસ્થાનનો કુલ-૧૦ વીજવાયરો ચોરીના ગુન્હામાં વોન્ટેડ છે.
(૧) બગોદરા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૯૨૦૧૦૨૧૦૩૧૧ ઇ.પી.કો. કલમ-૩૭૯,૪૨૭ મુજબ
(૨) કોઠ પો.સ્ટે.ગુ.ર.નં- ૧૧૧૯૨૦૨૯૨૨૦૦૧૧ ઇન્ડીયન ઇલે, એ,ક,-૧૩૬ મુજબ
(૩) ધોળકા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૯૨૦૨૦૨૨૦૦૨૬ ઇ.પી.કો. કલમ-૩૭૯, તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ મુજબ
(૪) ધોળકા રુરલ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૯૨૦૬૪૨૧૦૫૬૬ ઇ.પી.કો.કલમ-૩૭૯, મુજબ
(૫) નળસરોવર પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૯૨૦૦૭૨૨૦૦૧૩ ઇ.પીકો.કલમ-૧૧૪ તથા ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એક્ટ કલમ-૧૩૬ (૧)(એ) મુજબ
(૬) સાંતેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૬૦૨૫૨૧૦૩૫૩ ઇ.પી.કો. કલમ-૩૭૯,મુજબ
(૭) સાંતેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૬૦૨૫૨૧૦૩૯૦ ઇ.પી.કો. કલમ-૩૭૯,મુજબ
(૮) સાંતેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૬૦૨૫૨૧૦૩૯૧ ઇ.પી.કો. કલમ-૩૭૯, મુજબ
(૯) સાંતેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૬૦૨૫૨૧૦૪૧૧ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૧૦) સાંતેજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૬૦૨૫૨૧૦૪૩૫ ઇ.પી.કો. કલમ-૩૭૯
મુકેશકુમાર સ/ઓ કાવાજી લાલાજી જાતે. ડામોર ઉ.વર્ષ. ૨૯ ધંધો. ખેતી રહે. ગામ ખડકાયા તા.ખેરવાડા જી.ઉદયપુર, રાજસ્થાન.
સાબરકાંઠા પો.સ્ટે.ના ભીલોડા પો.સ્ટે.-૧૫, મોડાસા ટાઉન પો.સ્ટે.-૦૨, અરવલ્લી જીલ્લાના શામળાજી પો.સ્ટે.-૦૧, ગાંધીનગર જીલ્લાના ઇન્ફોસીટી પો.સ્ટે.-૦૧, મહેસાણા જીલ્લાના વીસનગર પો.સ્ટે.-૦૧ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી ડી.બી.વાળા, પો.સ.ઇ. આર.જી.ચૌહાણ, એ.એસ.આઇ. ધરમશીભાઇ રબારી, હે.કો. અજયસિંહ ચુડાસમા, હે.કો. કુલદિપસિંહ ચૌહાણ, હે.કો. અજયભાઇ બોળીયા, પો.કો. અજીતસિંહ પઢેરીયા, પો.કો. વિપુલકુમાર પટેલ, પો.કો. છત્રપાલસિંહ ચુડાસમા, પો.કો. હીતેન્દ્રસિંહ ચૌહાણ, ડ્રા.પો.કો. ભાનુભાઇ ભરવાડ, ડ્રા.પો.કો. પૃથ્વિરાજસિંહ વાઘેલા, ડ્રા.પો.કો. ભરતભાઇ ઓડ વિગેરે નાઓ જોડાયેલ હતા.