અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 04, 2022, અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ,અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી અમીત સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસ.ઓ.જી શાખાના પો.ઇન્સ શ્રી એન.એચ.સવસેટા નાઓને ગે.કા પ્રવુતિઓ ડામવા સુચના કરેલ જેના ફળ સ્વરૂપે એસ.ઓ.જી.શાખાના કર્મચારીઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને સ્ટાફના હે.કોન્સ અજીતદાન સાગરદાન ગઢવી તથા હે.કોન્સ મહેશભાઇ પરસોતમભાઇ રાઠોડ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ટ્રક નંગ GJ-01-CY-5929 માં ગે.કા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્ર તરફ જનાર છે જે હકિકત આધારે બગોદરા ધોળકા રોડ રોહીકા ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી આધારે સદર ટ્રક આવતા જેને તપાસતા ટ્રક નંબર GJ-01-CY-5929 માંથી વિદેશીદારૂની જુદા જુદા બ્રાન્ડની કુલ પેટી નંગ- ૮૬૧ જેની કુલ કી.રૂ.૪૫,૬૬,૫૮૦/- નો મુદ્દામાલ મળી આવતા જે બાબતે બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં:૧૧૧૯૨૦૧૦૨૨૦૧૭૪/૨૦૨૨ પ્રોહી.એકટ કલમ-૬૫(એ)(ઇ),૯૮(૨),૮૧,૮૩ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે. અને પ્રોહીબીશન અંગે સફળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ :-
અ.નં.
મુદામાલની વિગત કિંમત રૂપિયા
૧.ભારતીય બનાવટના વિદેશી દારુની કુલ બોટલનંગ.૧૦૩૪૨ કિંમત રૂપિયા ૪૫,૬૨,૧૩૦/-
૨.અશોક લેલન્ડ ટ્રક નં- GJ-૦૧-સી.વાય-૫૯૨૯ કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/-
૩.અંગઝડતીના રોકડ નાંણા રુપિયા ૩૪૫૦/-
૪.મોબાઇલ ફોન નંગ.૦૧ કિંમત રૂપિયા ૧૦૦૦/-
૫.વાહનના કાગળો ની ફાઇલ ૦૦/-
૬.સીમ કાર્ડ નંગ-૧૦૦/-
મુદામાલ કુલ કિંમત રૂ.
૫૦,૬૬,૫૮૦/-
આરોપીઓની વિગત :-
(૧)હનુમાનરામ મોબતારામ દોદારા (જાટ) ઉ.વ ૨૪ રહે- પિરુકતલા તા-છેડવા જી.-બાડમેર (રાજસ્થાન)
(૨)રામચંદ્ર ક્રિષ્નારામ જાખડ(જાટ)ઉ.વ.-૨૦ રહે- બાદા તા-છેડવા જી.-બાડમેર (રાજસ્થાન)
વોન્ટેડઃ-
(૩) સુનીલભાઇ મોબાઇલ નંબર-૭૭૬૫૯૬૮૮૩૭ નો છે કે જે ગણપતિ ટ્રાન્સપોર્ટ, હનુમાનગઢ (રાજસ્થાન) ખાતે ચલાવે છે
(૪) સુનીલનો ભાઇ કે જેને ફોજી કહે છે જેનો મોબાઇલ નંબર-૭૦૪૬૯૭૧૫૧૭ નો છે
આ કામગીરીમાં ઇ.પો.ઇન્સ.શ્રી એન.એચ.સવસેટા, એ.એસ.આઇ ભરતસિંહ ખુમાનસિંહ, એ.એસ.આઇ પ્રદિપસિંહ નવલસિંહ, અ.હે.કો મહેશભાઇ પરસોતમભાઇ, અ.હે.કો અજીતદાન સાગરદાન, અ.હે.કો. તેજદિપસિંહ વિરમદેવસિંહ, અ.હે.કો કુલદિપસિંહ સહદેવસિંહ, અ.પો.કો મહાવિરસિંહ હેમતસિંહ, પો.કો શૈલેશભાઇ દોલુભાઇ, પો.કો મુકેશદાન ફતેસંગ તથા પો.કો વિજયભાઇ વસરામભાઇ નાઓ જોડાયેલ હતાં.