નીતા લીંબાચીયા, અમદાવાદ
29 ઓગષ્ટ, 2022 :
એઓર્ટિક સ્ટેનોસિસ એ વાલ્વ રોગની સૌથી સામાન્ય અને ગંભીર સમસ્યાઓમાંની એક છે. તે એઓર્ટિક વાલ્વ ઓપનિંગને સાંકડી કરી અને ડાબા વેન્ટ્રિકલથી એરોટા સુધીના રક્ત પ્રવાહને મર્યાદિત કરે છે. તે સામાન્ય રીતે ડાબા કર્ણકમાં દબાણને અસર કરે છે. તેની સારવાર માટે, ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન (ટી.એ.વી.આર) એ આજના સમયમાં સૌથી વધારે યોગ્ય પ્રક્રિયા બની રહી છે.
આ નાની પ્રક્રિયા છે, જે ખૂબ જ નાના ચીરા દ્વારા કરવામાં આવે છે. દર્દીઓને ફાયદો એ છે કે તેમને ઓપન હાર્ટ સર્જરી, જેમાં મોટા ચીરા અને લોહીની ખોટ સામેલ હોય છે, એ કરાવવી પડતી નથી.
અમદાવાદની કે. ડી હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ અભિષેક રાજપોપટ દ્વારા એક ૭૪ વર્ષીય ભારતીય મૂળની મહિલા દર્દીને ટી.એ.વી.આર પ્રક્રિયા દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ એક દુર્લભ સર્જરી છે અને કેન્યાના નૈરોબીમાં આ પ્રકારની પ્રથમ સર્જરી છે. નૈરોબી, કેન્યા અને સબ-સહારા આફ્રિકામાં આવી પ્રથમ પ્રકારની સર્જિકલ પ્રક્રિયા પણ ડૉ. રાજપોપટની ટીમ દ્વારા કરી.
આ ઐતિહાસિક ઘટનામાં પાદરીને બે જ દિવસમાં સારા સ્વાસ્થ્યમાં લાવીને અને તેમને ઝડપી રિકવરી આપીને ર્ડો અભિષેકે નોન- સર્જિકલ પદ્ધતિમાં એક નવી વેવ લાવ્યા હતા. ચિકિત્સકીય વિજ્ઞાનમાં એક નોંધપાત્ર સફળતા હતી જેણે સ્ટ્રકચરલ વાલ્વ રોગની સારવારમાં નવી દિશા ચીંધી હતી.
ડૉ. અભિષેક રાજપોપટે આ કેસ વિષે વધુ જણાવતા કહ્યું, “આ કેસની જેમ જ, એપ્રિલ 2022માં, અમે 84 વર્ષના એક પાદરીને પણ આ જ પ્રક્રિયાથી ઈલાજ કર્યો. કેન્યામાં ટી.એ.વી.આર ના આ પ્રથમ સફળ કેસે, અમને આવી વધુ નોન-ઈન્વાસિવ પ્રક્રિયાઓ કરવા માટે વધુ પ્રેરણા આપી. આ પ્રગતિશીલ સમય સાથે, એઓર્ટિક વાલ્વ બગાડ અથવા કેલ્શિયમ જમા થવાને કારણે નોંધપાત્ર રીતે સંકુચિત થાય છે. આવા કિસ્સાઓમાં, ટી.એ.વી.આર સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ બની જાય છે.”
કે.ડી હોસ્પિટલ, અમદાવાદના મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. અદિત દેસાઈ એ તેમના વિચારો વ્યક્ત કરતા જણાવ્યુ કે, “આ અમારા માટે ગર્વની વાત છે કે આવા અત્યંત અનુભવી સર્જન કે.ડી હોસ્પિટલનો અમૂલ્ય ભાગ છે. ગ્લોબલ સ્કેલ પર આવી અદ્ભુત સારવાર આપવી અને આંતરરાષ્ટ્રીય દર્દીઓને ગ્રાઉન્ડબ્રેકિંગ સારવાર પૂરી પાડવી એ અમારું લાંબા સમયથી સ્વપ્ન રહ્યું છે. લાગે છે કે આ સર્જરી દ્વારા અમારા સપના વાસ્તવિક બની રહ્યા છે.
કેડી હોસ્પિટલ અંગેઃ
6 એકર વિસ્તારના સંકુલમાં પથરાયેલી જંગી કેડી હોસ્પિટલ 300થી વધુ પથારીઓ મારફતે સારવાર પૂરી પાડીને એક જ સ્થળે 45થી વધુ સુપર સ્પેશ્યાલિટીઝની સારવાર પૂરી પાડી રહી છે. મલ્ટી સ્પેશ્યાલિટી અભિગમને કારણે તે દરેક સ્પેશ્યાલિટીમાં જટિલ કેસ માટે આસાનીથી સહયોગ પૂરો પાડી શકે છે અને દર્દી માટે ઘનિષ્ટ/ નિદાન સારવાર પૂરી પાડે છે.