નિર્માણ અને માહાત્મ્ય
દિવ્યજ્યોત ફાઉન્ડેશનના નેજા હેઠળ વહેલાલમાં 1978ની સાલમાં પૂજ્ય 1008 ગિરનારી મહારાજે અનંતધામની સ્થાપના કરી ને 1980માં અનંતધામ સંકુલમાં પારાના શિવલિંગ સ્થાપિત કર્યા હતા. વહેલાલ ખાતે આવેલા અનંતધામ સંકુલના મુખ્યદ્વારને ઓમકાર ચિહ્ન સાથે સુંદર રીતે સજાવાયો છે. જેથી તેના તરંગો આ આશ્રમમાં હંમેશાં ફેલાતાં રહે. તેથી આ આધ્યાત્મ અને આયુર્વેદને મિશ્ર કરીને શરીર અને મનમાંથી રોગને દૂર કરવાનો તેમનો સિદ્ધાંત હતો.
નીતા લીંબાચીયા, અમદાવાદ
27 ઓગસ્ટ 2022:
મંદિરનાં આકર્ષણો
મહાશિવરાત્રિ ઉપરાંત અમાસના દિવસે મહાદેવને અભિષેક તેમજ રૂદ્રીપાઠ કરવાનો વિશેષ મહિમા છે. અનંતધામની સવાર ભગવાન શિવજીની વંદના અને સાંજ ભોળાનાથના સત્સંગથી પડે છે.
આરતી અને દર્શન
પારદેશ્વર મંદિરમાં સવારે 5.30 કલાકે અને સાંજે 6.30 કલાકે આરતી થાય છે. તો સવારે 5.30 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી દર્શન કરી શકાય છે.
નજીકનાં મંદિરો
મહાદેવ મંદિરથી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર 26 કિમી, ત્રિમંદિર અડાલજ 27 કિમી અને ડાકોરનું શ્રી રણછોડરાયજી મંદિર 72 કિમી દૂર આવેલાં છે.
મંદિરમાં સુવિધા
શ્રી અનંતધામ ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં બહારગામથી આવતા દર્દીઓ માટે રહેવાની સુવિધા છે જેના માટે કોઈ ચાર્જ લેવાતો નથી. તેમજ અનંતધામ ખાતે યાત્રિકો માટે ભોજનશાળામાં જમવાની સુવિધા છે.
કેવી રીતે પહોંચવું?
પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા નરોડા, વડોદરાથી વાયા અમદાવાદ એસપી રિંગ રોડ-કઠવાડા થઈને જઈ શકાય છે. તેમજ અહીં જવા માટે એસટીબસ અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
#bharatmirror #bharatmirror21 #news #pardeshwartemple #vahelal #ahmedabad