નીતા લીંબાચીયા, અમદાવાદ
26 ઓગસ્ટ 2022:
૨૬ મી ઓગસ્ટ ૧૯૧૦ માં જન્મેલા મધર ટેરેસા ભારત સહિત વિશ્વના લાચાર,અશક્ત,કુષ્ટ રોગી,દુઃખી પીડિત લોકોની સેવા કરી પ્રેમ આપનાર મધર ટેરેસાને ભારત રત્ન.નોબેલ પુરસ્કાર.પદ્મશ્રી વગેરે અનેક એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં શાંતિ અને સેવાનો સંદેશો આપ્યો હતો કરુણા અને વાત્સલ્યની સાક્ષાત મૂર્તિ એ વિશ્વમાં નવી ચેતના અને નવું ગૌરવ પૂરું પાડ્યું હતું.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં જેમની ગણના કરુણા મૂર્તિ અને ગરીબોના મસીયા તરીકે થાય છે. તેવા ભારત રત્ન કરુણા મૂર્તિ મધર ટેરેસાની ૧૧૨ મી જન્મ જયંતિ નિમિત્તે ભદ્ર ખાતે આવેલ તેમની પ્રતિમાને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ અને મ્યુનિસિપલ કાઉન્સિલર શેખની આગેવાની હેઠળ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઉપસ્થિત ફાધર સીરીલ ડાયસે પ્રાર્થના ધ્વારા મઘર ટેરેસા ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને ત્યારબાદ કેક કાપી મધર ટેરેસા ના જન્મદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ઈકબાલ શેખ, જ્યોર્જ ડાયસ, નરેશ રેવાણી, નરેન્દ્રસિંહ ભુસરી,પુષ્પાબેન ડી કોસ્ટા રમિન્દ્રસિંહ બગ્ગા,સંજય મેકવાન,રમેશ તાવડે,ભદ્રેશ મેકવાન વગેરે મોટી સંખ્યામાં રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #motherteresa #georgedias #ahmedabad