નીતા લીંબાચીયા, અમદાવાદ
08 ઓગસ્ટ 2022:
પેટીએમ એજીએમ-2022: વિજય શેખર શર્માની શેરધારકોના વિશ્વાસની પ્રચંડ બહુમતિ સાથે એમડી અને સીઈઓ તરીકે ફરીથી નિમણુંક કરાઈ મેનેજીંગ ડિરેક્ટર તરીકે શર્માની તરફેણમાં ફેરનિમણુંક માટે 99.67 ટકા જેટલા બહુમતિ મત પ્રાપ્ત થયા. તેમની કંપનીના “મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર” પદે નિમણુંક થશે.
બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતી ભારતની ટોચની ડિજીટલ પેમેન્ટસ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની અને ક્યુઆર તથા મોબાઈલ પેમેન્ટસની પાયોનિયર વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (ઓસીએલ) ની પબ્લિક લીસ્ટેડ કંપની તરીકેની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં યોજાઈ હતી. 94 ટકા મત સાથે 7 ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા.
કંપનીના શેરહોલ્ડરોએ વિજય શેખર શર્માની મેનેજીંગ ડિરેક્ટર તરીકે વધુ 5 વર્ષ માટે નિમણુંકની તરફેણમાં 99.67 ટકા મત આપ્યા હતા અને તેમને “મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર” પદે નિમણુંક કરવામાં આવી હતી. ફેરનિમણુંકની તરફેણમાં લગભગ 100 ટકા મત પડ્યા તે બાબત કંપનીના નેતૃત્વમાં રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે અને એવું પણ દર્શાવે છે કે રોકાણકારો કંપનીની વૃધ્ધિ અને નફાકારકતાના લક્ષ્યાંક અંગે પણ વિશ્વાસ ધરાવે છે. આ અગાઉ મે, 2022માં ઓસીએલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વિજય શેખર શર્માની મેનેજીંગ ડિરેક્ટર પદે નિમણુંકને મંજૂરી આપી હતી.
વધુમાં, સેબીએ 2022માં ભારતીય કંપનીઓ માટે ચેરપર્સન અને મેનેજીંગ ડિરેક્ટર/ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલગ રાખવાનું સ્વૈચ્છિક બનાવ્યું છે. નિફ્ટી 50ની મોટાભાગની કંપનીઓમાં મેનેજીંગ ડિરેક્ટરની નિમણુંક નૉન-રોટેશનલ ધોરણે થતી હોય છે.
શ્રી શર્માના વેતન અંગેના ઠરાવની તરફેણમાં 94.48 ટકા મત પ્રાપ્ત થયા હતા. તેમનું વેતન કોઈપણ પ્રકારના વાર્ષિક ઈન્ક્રીમેન્ટ વગર હવે પછીના 3 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં, શેરધારકોને લખેલા પત્રમાં તા.6 એપ્રિલ, 2022ના રોજ શ્રી શર્માએ પબ્લિકને માહિતી આપી હતી કે જ્યારે માર્કેટ કેપિટલ સતત આઈપીઓનું સ્તર વટાવી જાય તે પછી ઈસોપ અમલમાં આવશે. લાગુ પડતા કાયદાઓ અનુસાર ઈસોપને શેરહોલ્ડરોએ આઈપીઓ પૂર્વે તમામ જરૂરી મંજૂરીઓ આપેલી છે.
વાર્ષિક સાધારણ સભા દરમ્યાન શેરહોલ્ડરોએ બોર્ડમાં શ્રી રવી ચંદ્ર અડુસુમાલીની નિમણુંક અને શ્રી મધુ દેવરાની પ્રેસિડેન્ટ અને ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે તેમના વેતન તેમજ ચેરિટેબલ અને અન્ય ફંડમાં યોગદાન તથા તેની સ્વિકૃતિ સહિતની મંજૂરી તેમજ તા.31 માર્ચ, 2022ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષના કંપનીના ઓડિટેડ સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટને મંજૂરી આપી છે. શ્રી દેવરાની નિમણુંકની તરફેણમાં 99.82 ટકા મત પ્રાપ્ત થયા હતા, જ્યારે તેમના વેતન અંગેના ઠરાવની તરફેણમાં 94.53 ટકા મત પ્રાપ્ત થયા હતા. વર્ષ 2016માં શ્રી દેવરા કંપનીમાં જોડાયા હતા અને મોટા રોકાણકારો મેળવવામાં તથા કંપનીના વિકાસ આયોજનને આકાર આપવામાં તેમણે મહત્વની ભૂમિકા બજાવી છે.
પેટીએમના પ્રવક્તા જણાવે છે કે “અમે કંપનીના નેતૃત્વમાં શેરધારકોના અવિરત સહયોગ અને વિશ્વાસ બદલ આભાર માનીએ છીએ. અમે દેશમાં નાણાંકિય સમાવેશીતાને વેગ આપવાની સાથે સાથે એક મોટી નફાકારક કંપનીના નિર્માણ માટે તથા શેરધારકો માટે લાંબાગાળાના મૂલ્યનું નિર્માણ કરવા માટે કટિબધ્ધ છીએ.”
વિજય શેખર શર્માના નેતૃત્વ હેઠળ પેમેન્ટસ અને ડિજીટલ ફાયનાન્સિયલ સર્વિસીસમાં ઈનોવેશન કરતાં રહીને પેટીએમ તેને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર તરીકે તથા ડિજીટલ પેમેન્ટસમાં માર્કેટ લીડર તરીકે પ્રસ્થાપિત કરી ચૂકી છે. તા.6 એપ્રિલ, 2022ના રોજ શેરધારકોને લખેલા એક પત્રમાં શ્રી શર્માએ કંપનીના બિઝનેસની ગતિશીલતા, મોનેટાઈઝેશનના વ્યાપ અને સંચાલન અંગે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે પેટીએમ આગામી 6 ત્રિમાસિક ગાળામાં (એટલે કે ઈસોપ ખર્ચ પહેલાંના એબીટા અને સપ્ટેમ્બર, 2023માં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં) ઓપરેટીંગ એબીટાનો બ્રેકઈવન પોઈન્ટ વટાવી જશે.