નીતા લીંબાચીયા, અમદાવાદ
22 ઓગસ્ટ 2022:
ડૉ. નીલમ ગોયલને મહાન સંસદ(પાર્લામેન્ટ) એવોર્ડ- 2022, ભારતના પરમાણુ સહેલી ડૉ. નીલમ ગોયલને મહાન સંસદ પુરસ્કાર 2022 થી સન્માનિત કરાયા
ભારતના પરમાણુ સહેલી ડૉ. નીલમ ગોયલને નવી દિલ્હીમાં ગ્રેટ ઈન્ડિયન પાર્લામેન્ટ એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આપવામાં આવ્યો હતો. તેમને દેશ અને સમાજ માટે કરેલ ઉમદા કાર્યો અને આવનાર સમયમાં સરાહનીય કાર્યોના ઉપલક્ષમાં પ્રદાન કર્યો હ્તો.
આ એવોર્ડ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર્સ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ પેસ કોર્પ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યો હતો.