નીતા લીંબાચીયા, અમદાવાદ
18 ઓગસ્ટ 2022:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી જ્યોર્જ ડાયસ જણાવે છે, કે ગુજરાતની અને અમદાવાદની મુલાકાતે આવેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને ભારત સરકારના પૂર્વ રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી જે. ડી.સીલમ કોંગ્રેસના નેતા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
તેઓએ વિવિધ ચર્ચના પાદરી સાહેબ,ચર્ચ નાઆગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસ પક્ષના ક્રિશ્ચિયન આગેવાનો ની મીટીંગ યોજી હતી.
જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાથૅ પટેલ,બિમલ શાહ,રાજુ બ્રહ્મભટ્ટ, જ્યોર્જ ડાયસ ની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં ૧૮૨ બેઠકોમાંથી એક બેઠક જેમ સિન્ધી સમાજને વર્ષોથી પરંપરા અનુસાર આપવામાં આવે છે. તેમ ૧૮૨ માંથી એક બેઠક ક્રીશ્ચિયન સમાજને આપવાની રજૂઆત તેમની સમક્ષ કરવામાં આવી હતી.
ગુજરાત અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા તમામ સંપ્રદાય- કોમ-જ્ઞાતિના આગેવાનોને ટિકિટ આપવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં અમરાઈવાડી-મણીનગર કે ગુજરાતમાં અન્ય વિધાનસભા જ્યાં ખ્રિસ્તી સમુદાય વધારે હોય, એવા વિસ્તારમાં ખ્રિસ્તી સમાજને એક બેઠક ફાવળવવી જોઇએ.
સમગ્ર ગુજરાતમાંથી પધારેલ ખ્રિસ્તી સમાજના આગેવાનો સૌએ ભારપૂર્વક ક્રીશ્ચિયન સમાજને એક ટિકિટ આપવા લાગણી અને માગણી રજૂ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #christiansamaj #congresscommittee #ahmedabad