રૂ. 45,999 સુધી લાભ લેવા માટે આજથી જ ગેલેક્સી Z સિરીઝ પ્રી- બુક કરો બહેતર ઉત્પાદકતા, કસ્ટમાઈઝેશન ક્ષમતાઓ અને ફ્લેક્સકેમ અનુભવો આપે છે.
નીતા લીંબાચીયા, અમદાવાદ
17 ઓગસ્ટ 2022:
ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે બારતમાં નવીનતમ ગેલેક્સી Z સિરીઝ લોન્ચ કરવામાં આવી. ચોથી પેઢીના ફોલ્ડેબલ્સ, ગેલેક્સી Zફોલ્ડ 4 અને ગેલેક્સી Zફ્લિપ 4 હવે ઓનલાઈન અને દેશનાં રિટેઈલ સ્ટોર્સમાં પ્રી- બુક કરી શકાશે.
“સેમસંગમાં અમે ગ્રાહકો માટે નવા સ્માર્ટફોન અનુભવો નિર્માણ કરવા માટે ઈનોવેશનની સીમાઓ સતત પાર કરીએ છીએ. અમારી નવી ગેલેક્સી Zસિરીઝ તેનો જ દાખલો છે. હવે તેની ચોથી પેઢીમાં ગેલેક્સી Zસિરીઝ ઉત્પાદકતા અને સ્વ- અભિવ્યક્તિ માટે આખરી ટૂલ્સ ઓફર કરે છે. ગેલેક્સી Zફોલ્ડ 4 સેમસંગના રોમાંચક સ્મોર્ટફોન ઈનોવેશનનું પરિણામ છે. ફ્લેગશિપ કેમેરા, ઝડપી પ્રોસેસર અને સંપૂર્ણ નવી ડિઝાઈનથી સમૃદ્ધ ગેલેક્સી Zફોલ્ડ 4 અત્યંત શક્તિશાળી સ્માર્ટફોન છે. ગેલેક્સી Zફ્લિપ 4ની કોમ્પેક્ટ ક્લેમશેલ ડિઝાઈન અજોડ અનુભવો આપે છે અને તેનો ફ્લેક્સકેમ હેન્ડ્સ-ફ્રી વિડિયોઝ શૂટ કરવાની સુવિધા આપે છે. આવા બેજોડ મોબાઈલ અનુભવો સાથે અમારી નવીનતમ વર્તન બદલતી ગેલેક્સી Zસિરીઝ ઉપભોક્તાઓ તેમના સ્માર્ટફોન્સ સાથે જે રીતે આદાનપ્રદાન કરે છે તેમાં ક્રાંતિ લાવશે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના જનરલ મેનેજર અક્ષય રાવે જણાવ્યું હતું.
ગેલેક્સી Zફ્લિપ 4
ગેલેક્સી Zફ્લિપ 4માં કોમ્પેક્ટ ક્લેમશેલ ડિઝાઈન છે અને અજોડ સ્માર્ટફોન અનુભવો આપે છે. ઈનોવેશન સ્વરૂપનું પરિબળ તમને ખરા અર્થમાં હેન્ડ્સ-ફ્રી જવાની અને કોલ્સનો જવાબ આપવાનો હોય અથવા ટેક્સ્ટ સામે રિપ્લાય કરવાનો હોય તેના સહિત ફોન અનફોલ્ડ કર્યા વિના વધુ કરવાની અનુકૂળતા આપે છે.
અમારા ફ્લેક્સકેમ ઈનોવેશન સાથે તમે વોઈસ કમાન્ડ્સથી અથવા તમારી હથેલીમાં ફક્ત પ્રદર્શિત કરીને વિવિધ એન્ગલ્સથી હેન્ડ્સ-ફ્રી વિડિયો શૂટ કરી શકો અથવા ગ્રુપ સેલ્ફીઝ મઢી શકો છો. તમે અપગ્રેડેડ ક્વિક શોટ મોડ સાથે મુખ્ય કેમેરાનો લાભ લઈને કવર સ્ક્રીનમાંથી સીધી જ ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફીઓ લઈ શકો છો. ક્વિક શોટ મોડમાં ઉચ્ચ- ગુણવત્તાનું વિડિયો રેકોર્ડિંગ શરૂ કરો અને ત્યાર પછી વિડિયો બંધ કર્યા વિના હેન્ડ્સ- ફ્રી રેકોર્ડિંગ ચાલુ રાખવા માટે ફ્લેક્સ મોડમાં સ્વિચ કરી શકો છો. ક્વિક શોટ સાથે ઉપભોક્તાઓ પોર્ટ્રેઈટ મોડમાં સેલ્ફીઓ ક્લિક કરી શકે અને વાસ્તવિક ફોટો રેશિયોમાં પ્રીવ્યુ જોઈ શકે છે. ઉપરાંત 65 ટકા બ્રાઈટર સેન્સર સાથે સુસજ્જ ગેલેક્સી Zફ્લિપ 4 સેમસંગના ફ્લેગશિપ નાઈટોગ્રાફી ફીચર સાથે આવે છે, જે તમારા ફોટો અને વિડિયો વધુ ક્રિસ્પ હોય અને દિવસ કે રાત્રે પણ વધુ સ્થિર હોય તેની ખાતરી રાખે છે.
ગેલેક્સી Zફ્લિપ 4 નવીનતમ સ્નેપડ્રેગન 8+ Gen1 પ્રોસેસર અને 3700mAhએ 10%ઉચ્ચ બેટરી ક્ષમતા સાથે આવે છે, જેને લઈ તમે ચાર્જીસની વચ્ચે પણ કેપ્ચર, વોચ અને કનેક્ટ કરી શકો છો અને અત્યંત ઝડપી ચાર્જિંગ સાથે તમે આશરે 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકો છો.
પાતળી હિંજ, સીધી ધાર, કોન્ટ્રાસ્ટિંગ હેઝ્ડ બેક ગ્લાસ અને ગ્લોસી મેટલ ફ્રેમ્સ સાથે ડિઝાઈન સ્લીકર છે છતાં વધુ રિફાઈન્ડ છે. ઉપરાંત તમે તમારા એઆર ઈમોજી કેરેક્ટર સાથે કવર સ્ક્રીન ક્લોકને કસ્ટમાઈઝ કરી શકો છો. કવર અને મેઈન સ્ક્રીન પર ગેલેક્સી થીમ્સ સાથે ઉપભોક્તાઓ અંદર બહાર તેમના ગેલેક્સી Z ફ્લિપ 4ને કસ્ટમ ફોન્ટ્સ, આઈકોન્સ અને ડિઝાઈન્સ સાથે તેમની સ્ટાઈલને પૂરક ટેલર- મેક કરી શકે છે.
ગેલેક્સી Zફોલ્ડ 4
તમારા ખિસ્સામાં સૌથી શક્તિશાળી અને ઉત્પાદક સ્માર્ટફોન ગેલેક્સી Zફોલ્ડ 4 સંતુલિત અને પ્રીમિયમ ડિઝાઈન, બહેતર ટકાઉપણું અને શક્તિશાળી કામગીરીને જોડે છે. ગેલેક્સી Zફોલ્ડ 4 ઓપન, ક્લોઝ અથવા ફ્લેક્સ મોડમાં હોય તો પણ વધતી ફંકશનાલિટી ઓફર કરે છે.