નીતા લીંબાચીયા, અમદાવાદ
15 ઓગસ્ટ 2022:
અમદાવાદમાં સૌથી મોટા ફાર્મસી ચેઇન સ્ટોર્સમાં સામેલ પારસ ગ્રુપે ધ્વજવંદન સમારોહનું આયોજન કરીને 75માં સ્વતંત્રતા દિવસની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ સાથે જ ગ્રૂપ દ્વારા માનવતાની સેવાના ઉદ્દેશ્ય સાથે ગ્રાહકોને સ્વાસ્થ્ય માટે જરૂરી ઉત્તમ સર્વિસ ઘરઆંગણે આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
પારસ ગ્રૂપ સાથે સંકળાયેલા 200 જેટલા સમર્પિત કર્મચારીઓ, અન્ય યુવા અને ગતિશીલ ટીમે અમદાવાદના જોધપુરમાં પારસ હેલ્થકેર ઓફિસ ખાતે ધ્વજવંદન સમારોહમાં ભાગ લીધો હતો.
પારસ ગ્રુપના સ્થાપક પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, “આપણે દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ, પરંતુ આ વર્ષે 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો ઉત્સાહ કંઈક અલગ જ રહ્યો છે. 75મો સ્વતંત્રતા દિવસ આપણા દેશના ઈતિહાસમાં એક વિશેષ સીમાચિહ્નરૂપ છે અને ”આઝાદી કા અમૃત મહોત્સવ” ની સાથે આ ઉજવણીમાં ભાગ લેવાનો અમને ગર્વ છે.”
સ્વતંત્રતા દિવસ પહેલા, પારસ ગ્રૂપે ”હર ઘર તિરંગા” અભિયાનના સમર્થનમાં કર્મચારીઓ અને સહયોગીઓમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ અને પારસ ગ્રૂપના ટીશર્ટનું લોન્ચિંગ પણ કર્યું હતું.
પારસ ગ્રુપના સહ-સ્થાપક રચિત સોનીએ જણાવ્યું હતું કે, “75મો સ્વતંત્રતા દિવસ ખરેખર આપણા દેશની યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે ”આઝાદી કા અમૃત મહોત્સવ” અને ”હર ઘર તિરંગા” અભિયાન સાથે 75માં સ્વતંત્રતા દિવસને રાષ્ટ્રીય ઉજવણીના અવસરમાં પરિવર્તિત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરીએ છીએ અને તેને સમર્થન આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. વિવિધતામાં એકતા એ આપણી ઓળખ છે અને અમે દેશના વિકાસ તથા પ્રગતિના હિમાયતી છીએ.”
ધ્વજવંદન સમારોહ બાદ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પારસ ગ્રૂપ 30 વર્ષનો વારસો ધરાવે છે અને સમગ્ર અમદાવાદમાં દવાના 24 સ્ટોર્સ ચલાવે છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓનું વેચાણ કરે છે અને USP સાથે ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ આપે છે. વિવિધતામાં એકતા એ અમારી ઓળખ છે.
#bharatmirror #bharatmirror21 #news #parasgroup #parashealthcare #ahmedabad