નીતા લીંબાચીયા, અમદાવાદ
14 ઓગસ્ટ 2022:
GCCI ની બિઝનેસ વિમન કમિટી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધ્વજવંદન સમારોહ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે આજે અભિયાન ના બીજા દિવસે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની બિઝનેસ વુમન કમિટી દ્વારા જીસીસીઆઈ પરિસરમાં ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.
બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન શ્રીમતી ઋતુજા પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. GCCI તા: 13 ઓગસ્ટથી 14 અને 15 ઓગસ્ટના રોજ “હર ઘર તિરંગા” અભિયાનમાં ભાગ લેવા માટે ત્રણ દિવસ માટે રાષ્ટ્રીયધ્વજ ફરકાવશે.
બિઝનેસ વુમન કમિટીના સભ્યોએ અને શારદા ટ્રસ્ટના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.