નીતા લીંબાચીયા, અમદાવાદ
14 ઓગસ્ટ 2022:
આઝાદી કા મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે સિનિયર સિટીઝન ગ્રુપ ધ્વારા યોગ પ્રદર્સન સાથે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ના શાહીબાગ વિસ્તારની અક્ષરધામ સોસાયટી ખાતે સંગીતા શાહ (યોગ ગુરુ) અને ૫૦ કરતાં વધારે સિનિયર સિટીઝન ધ્વારા યોગ ના માધ્યમથી ૭૫ મા રાષ્ટ્રીય પર્વની આઝાદીકા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર વિશ્વને ભારતીય યોગ નું મહત્વ સમજાયું છે,
કોરોના કાળમાં યોગ, આયુર્વેદ અને ભારતીય જીવન શૈલી ઉં મહત્વ લોકોને સમજાયું હતું. યોગગુરુ સંગીતા શાહ ધ્વારા છ માસથી સિનિયર સિટીઝન ગ્રુપ બનાવી વિના મૂલ્યે યોગ શિખવાડવામાં આવે છે. યુવા પેઢીને યોગ, ભારતીય સંસ્ક્રુતિ, સાદગી, સંયમ, શિસ્ત અને આયુર્વેદ ની પ્રેરણા મળે તે માટે યોગ કે સાથ આઝાદી કા અમ્રુત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિનિયર સિટિઝન ગ્રુપની ટીમ ધ્વારા તિરંગા સાથે રાષ્ટ્રગીત અને ડાન્સ રજૂ કરાયો હતો. ૐકાર ના નાદ સાથે યોગ કર્યા હતા. યોગ ગુરુ સંગીતા શાહ કહે છે કે આયુર્વેદ, યોગ અને ભારતીય પરંપરાઓ ની તમામને પ્રેરણા મળેતે માટે યોગ ના માધ્યમથી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #harghartiranga #ahmedabad