સિવિલ ડિફેન્સ દળના વોર્ડનની યુનિફોર્મ તથા તિરંગા સહ બાઈક રેલી પણ નીકળી હતી
સેક્ટર -૧ના અધિક પોલીસ કમિશનર શ્રી આર.વી. અસારી સાહેબ ઉપસ્થિતિ રહયા હતા
નીતા લીંબાચીયા, અમદાવાદ
14 ઓગસ્ટ 2022:
આઝાદીના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના સૌથી મોટા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પ્રબળ દેશભક્તિ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ આવતી નાગરિક સંરક્ષણ દળ સિવિલ ડિફેન્સ તેમજ સોલા ડિવિઝન દ્વારા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી ભાગવત વિદ્યાપીઠ પાસે સવારે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સિવિલ ડિફેન્સ દળના વોર્ડનની યુનિફોર્મ તથા તિરંગા સહ મોટી સંખ્યા માં બાઈક રેલી પણ નીકળી હતી.
આ કાર્યક્રમ સેક્ટર -૧ના અધિક પોલીસ કમિશનર તથા જોઈન્ટ ડાયરેક્ટર નાગરિક સંરક્ષણ દળ-અમદાવાદ શહેર શ્રી આર.વી.અસારી સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ ઉપરાંત સોલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી. એન.આર.વાઘેલા, સોલા ડિવિઝનના વોર્ડન શ્રી નંદુભાઈ પટેલ, ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન શ્રી ધ્રુવકુમાર હરીયાણી અને દશકોશી પાટીદાર સમાજના અગ્રણી બીપીનભાઈ પણ હાજર રહયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન વાત કરતા શ્રી. આર.વી. અસારી સાહેબે જણાવ્યું હતું કે આજે સમગ્ર રાષ્ટ્ર 75મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે . દેશના આદરણીય પ્રધાનમંત્રી એ આહવાન કર્યું છે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે તિરંગો લહેરાવીએ, આ અંતર્ગત સમગ્ર દેશ ત્રિરંગાના રંગો માં રંગાયો છે અને એક ઉચ્ચ ભાવનાની સાથે પ્રત્યેક વ્યક્તિ આ પર્વની અંદર જોડાયેલ છે ત્યારે સોલા સિવિલ ડિફેન્સના વોર્ડન દ્વારા તિરંગા સાથે બાઈક રેલી અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં સિવિલ વોર્ડન અને નાગરિકો જોડાયા હતા.અને રાષ્ટ્ર ગૌરવના એક ઉમદા મેસેજ સાથે આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મહેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ ગોહિલ, શ્રી સ્વપ્નેશભાઈ, શ્રી મેઘરાજસિંહ ઝાલા, સમીરભાઈ પટેલ તેમજ મયુરભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યુ હતું.
#bharatmirror #bharatmirror21 #news #civildefenseforce #harghartiranga #ahmedabad