નીતા લીંબાચીયા, અમદાવાદ
14 ઓગસ્ટ 2022:
“હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી ઋત્વી વ્યાસનાં નેતૃત્વ હેઠળ ભારતની સ્વત્રંતના ૭૫ વર્ષ એટલે કે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરવા અને હર ઘર તિરંગાના સંકલ્પને લોકપ્રિય બનાવવા માટે આ ખાસ યાત્રાનું આયોજન કર્યું હતું.
વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ યાત્રામાં વિદ્યાર્થીઓ સહીત શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ વાલીઓ જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં દેશભક્તિની ભાવનાને જગાડવા અને હર ઘર તિરંગા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
આ રેલી અમદાવાદના વેદાંત ગ્રુપના અલગ-અલગ ૬ સેન્ટરો સાઉથ બોપલ, સેટેલાઇટ, મણિનગર, શીલજ, ગોતા અને વસ્ત્રાલથી “આઝાદી કા અમૃત મહોત્સવ રેલી” તિરંગા સાથે યોજી હતી. અને આ રેલીમાં પોલીસ પરેડનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
બોપલની વેદાંત પ્રિ-પ્રાયમરી સ્કૂલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી
ભારતના વડાપ્રધાન દ્વારા ચલાવે અભિયાનના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે બોપલની વેદાંત પ્રિ-પ્રાયમરી સ્કૂલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના સાથે સાથે 60થી વધું પોલીસ જવાનો સાથે પરેડ પણ યોજવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે વેદાંત સ્કૂલ દ્વારા અને 60 થી વધું પોલીસ જવાનો સાથે બાળકો અને વાલીઓએ રાષ્ટ્રધ્વજ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પોલીસ ફોર્સ સાથે લેડીજ પોલીસ પણ પરેડ કરીને વેદાંત ગ્રુપ સાથે રેલીમાં જોડાઈને આઝાદી કા અમૃત મહોત્સવની ત્રિરંગા સાથે રેલી કાઢીને ઉજવણી કરી હતી.
15 ઓગસ્ટ નજીક આવી રહી છે, ત્યારે રાષ્ટ્રધ્વજ સાથે વેદાંત ગ્રુપએ તેમના અમદાવાદમાં આવેલ દરેક કેન્દ્રો સાઉથ બોપલ , સેટેલાઈટ અને મણિનગર ખાતેની વેદાંત સ્કૂલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #vedantapre-primaryschool
#vedantainternationaschool #ahmedabad