નીતા લીંબાચીયા, અમદાવાદ
14 ઓગસ્ટ 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જીસીસીઆઈ ખાતે આજથી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાનને શરુ કરવામાં આવ્યું છે.
GCCI ખાતે “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે ત્રણ દિવસ તા. 13, 14 અને 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. GCCI ના પ્રમુખ શ્રી પથિક પટવારીના નેતૃત્વ હેઠળ ચેમ્બરની યુથ વિંગના ચેરમેન શ્રી હેમલ પ્રજાપતિ દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.
આજે તા. 14મી ઓગસ્ટે, GCCIની બિઝનેસ વુમન વિંગ દ્વારા GCCI ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.