કરણી સેનાએ વિધાનસભામાં સમસ્ત ક્ષત્રિય સમાજ માટે 55 સીટોની માંગ કરી.
નીતા લીંબાચીયા, અમદાવાદ
13 ઓગસ્ટ 2022:
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નેજા હેઠળ તારીખ ૧૫/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૯ વાગે પ્રદેશ કાર્યાલય, હરિદર્શન ચાર રસ્તા, નવા નરોડા, અમદાવાદ, ગુજરાત ખાતે ધ્વજ વંદન અને ભવ્ય સભાનું આયોજન તથા ૭૫ મોં આઝાદી નો અમૃત મહોત્સવ ની ઉજવણીનું આયોજન પ્રદેશ કાર્યાલય પર આયોજીત કરી રહ્યા છીએ. તે પછી સવારે ૧૦ વાગે થી મહા રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે.
જે કરણી સેના પ્રદેશ કાર્યાલય થી પ્રસ્થાન કરી – હરિદર્શન – ઉમા હોસ્પિટલ – શક્તિ નગર- મનોહર વીલા – શ્રીરામ ચોક – સત્યમ સ્કુલ – સોનુ બંગ્લોઝ – શ્યામ એકલવ્ય – બાપા સીતારામ ચોક – શિવાજી ચોક – પાશ્વનાથ ટાઉનશીપ – કેનાલ તરફ – મહારાણા પ્રતાપ ચોક – દરબાર સોસાયટી – શિવાજી ચોક – સરદાર ચોક – દરબાર સોસાયટી – કૃષ્ણ નગર બસ સ્ટેન્ડ – ધનુષ ધારી- નરોડા બેઠક – નરોડા ગામ તરફ – માછલી સર્કલ – કેનાલ તરફ – સેલ્બી હોસ્પિટલ – નરોડા સ્મશાન તરફ – કરણી સેના પ્રદેશ કાર્યાલય, વિઠ્ઠલ પ્લાઝા સુધી મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છેે, આ ક્ષત્રિય સમાજ ની એકતા નું જિલ્લા સ્તર નું શક્તિ પ્રદર્શન કરવા મા આવી રહ્યો છે, દરેક ક્ષેત્ર મા (રાજકીય, વ્યવસાયિક, શેક્ષણિક અને રોજગારીક) સમાજ ને પ્રતિનિધિત્વ અપાવવું એ અમારું દાયિત્વ છે, આવનારા દિવસો માં જ્યાં જ્યાં સમાજ નું પ્રભુત્વ છે ત્યાં ત્યાં સરપંચ થી લઇ ને સાંસદ સુધી પ્રતિનિધિત્વ જાેઈશે.
આવનારી વિધાનસભા ની ચૂંટણી મા જે પાર્ટી સમાજ ના પ્રભુત્વ વાળા વિધાનસભાઓ મા સમાજ ને ઉમ્મેદવારી આપશે. એમની સાથે સમાજ જાેડાશે અને ઉમ્મેદવારો ને વિજયી બનાવશે. ટિકિટો નહિ મલે તો પણ સમાજ ના ઉમ્મેદવાર ને અપક્ષ મા ઉમ્મેદવારી અપાવી વિજયી બનાવીશું.
અમદાવાદ ની સાથે સાથે આવનારા દિવસો મા ગુજરાત ના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય એકતા મહા રેલી અને મહા સંમેલનનું આયોજન કરી રહ્યા છે. અને સમાજ ને ન્યાય અને અધિકાર અપાવીશું. ભારત દેશ ના નિર્માણ માટે અને અખંડ ભારત ની સ્થાપના માટે અમે ૫૬૭ રજવાડા સમર્પિત કર્યા અને આજે સમાજ ને હાંશિયા ઉપર ધકેલી દેવા મા આવ્યું છે.
હવે અમારી એકતાજ અમને રજવાડા /રિયાસતો (વિધાનસભાઓ) પાછા અપાવી શકે છે અને લોકતંત્ર અને લોકશાહી મા રજવાડા પાછા મેળવવા ચુનાવી પ્રક્રિયા થી સમાજ ને પ્રસાર થવું પડશે અને ૩૦ % (૫૫ સીટો) સુધી ની દાવેદારી તમામ ચુનાવો મા નોધાવીશું અને લઈશુ પણ. રાજનૈતિક પાર્ટિયોં હંમેશ જાતિગત સમીકરણો ના આધારે ચુનાઓ મા ટિકિટો ના વિતરણ કરતી આવી છે, હવે ક્ષત્રિય સમાજ નું જાતિગત સમીકરણ ગામડે ગામડે સ્થાપિત થયું છે, હવે તો અમે પ્રતિનિધિત્વ ના હકદાર છીએ, અમને ન્યાય અને અધિકાર મેળવીનેજ જંપીશું. એટલે ક્ષત્રિય એકતા યાત્રા અને ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન નું આયોજન કરી, માથાઓ ગણાવી, રોટી વ્યવહાર કરાવી, સમાજ મા પડેલા ફાંટાઓ દૂર કરી, ભાઈયો ની ટાંગ ખેંચવાનું બંધ કરી સમાજ ને શક્તિશાળી બનાવવાનું કાર્ય પ્રગતિ ઉપર અને યુદ્ધ સ્તરે કરી રહ્યા છીએ. દરેક ક્ષેત્ર મા સમાજ નું સર્વાંગી વિકાસ એજ ધ્યેય અને એજ વિકલ્પ.