નીતા લીંબાચીયા, અમદાવાદ
12 ઓગસ્ટ 2022:
કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા રક્ષાબંધનના શુભ દિવસે કર્મણેસેના નુ ઉદ્ઘાટન હેમુભાઈ ગાંધી, વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશન પી. આઈ શ્રીમતી હિરલ રાવલ, જોઈતી બહેન, સંગીતા પટેલ અને બ્રહ્માકુમારી ભારતીબહેન ધ્વારા કરાયું.
કર્મણે સેના ધ્વારા ગુજરાતની તમામ દિકરીઓને નિઃશુલ્ક તાલીમ દરેક શહેરોમા આપવામાં આવશે, કે જેથી તેઓ પોતાનું રક્ષણ જાતે કરવા સક્ષમ બને શારીરિક બળ, કાયદાકીય સમજ અને નીડરતા સાથે સમય સૂચકતા પણ દાખવી શકે.
કર્મણે સેના મા ૧૩ થી ૬૦ વર્ષ સુધીની દિકરીઓ ફોર્મ ભરી મેમ્બર બની શક્શે. આ સેનાની દરેક મેમ્બરને સેલ્ફ-ડિફેન્સની નિઃશુલ્ક ટ્રેનીંગ અપાશે દર રવિવારે સાંજે ૪ થી ૬. દરેક શહેરમા આ ટ્રેનીંગ અપાશે પરંતુ શરૂઆત અમદાવાદ, વિસનગર અને સુરત મા કરાઈ છે.
સેલ્ફ-ડિફેન્સની ટ્રેનીંગનો ગાળો ૧ વર્ષનો રહેશે. આ સાથે કાયદાકીય માહિતી અને પોતાના હકો ની સમજ આપવામા આવશે તથા જુદી જુદી પ્રવૃત્તિઓ ધ્વારા માનસિક રીતે બળવાન બનાવાસે જેથી સમયસૂચકતા દાખવી શકે. આમ કલાસુર્ય ફાઉન્ડેશન એ કર્મણે સેના ધ્વારા દિકરીઓની સુરક્ષા માટે એક જરૂરી પગલું ભર્યુ છે.