નીતા લીંબાચીયા, અમદાવાદ
10 ઓગસ્ટ 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વુમન કમિટિનું વર્ષ ૨૦૨૨-૨૩ માટેની કમિટીના “Take off Event” નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય મેહમાન પદે શ્રીમતી ગીતાબેન ગોરડીયા, ચેરપર્સન, FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલ, ઉપસ્થિત રહ્યા હતા.
GCCI ના પ્રમુખશ્રી પથિક પટવારી દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યુ હતું. જેમાં મહિલા સશક્તિકરણના ભારોભાર વખાણ કરીને કહ્યું કે મહિલામાં પાવર એટલે મા દુર્ગા છે, નોલેજ એટલે મા સરસ્વતીજી છે અને વેલ્થ એટલે મા લક્ષ્મીજી સાક્ષાત બિરાજમાન છે. તેમણે ભારતના પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદીને પોતાના રોલ મોડેલ જણાવીને બેદીની પ્રેરણાદાયક સ્પીચની શોર્ટ ક્લીપ દર્શાવીને તેમાંથી પ્રેરણા લેવા બિઝનેસ વુમેન કમિટિની મહિલાઓને અનુરોધ કર્યો હતો.
બિઝનેસ વુમન કમિટિના આઉટગોઇંગ ચેરપર્સન (૨૦૨૧-૨૨) શ્રીમતી કુસુમબેન કૌલ વ્યાસ દ્વારા આ પ્રસંગે વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ કમિટિના સભ્યો અને મેમ્બરોનો આભાર માન્યો હતો.
જ્યારે બિઝનેસ વુમન કમિટિના નવા નિમાયેલા ચેરપર્સન (૨૦૨૨-૨૩) મિસ. ઋતુજા પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં નશીબની સાથે સખત પરિશ્રમ પણ જોડાયેલુ છે અને એક સફળ બિઝનેસવુમેનની સફળતામાં પરિવારનો સાથ સહકાર અનિવાર્ય છે. તે સિવાય કોઇપણ મહિલા પોતાના બિઝનેસમાં આગળ વધી શકે નહીં તેથી તેમણે પરિવારની પણ કાળજી લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે તેમની વિંગ દ્વારા મહિલા હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે જેમાં દર મંગળવારે સાંજે 3થી 5 દરમ્યાન બિઝનેસક્ષેત્રે માર્ગદર્શન માંગતી મહિલાઓ તેનો લાભ લઇ શકશે.
આ પ્રસંગે બિઝનેસ વિમેન કમિટિના ચેરપર્સન, કો- ચેરપર્સન, જોઇન્ટ કો-ચેરપર્સન અને કમિટિ મેમ્બરોનો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રીમતી ગીતાબેન ગોરડીયાનો ટુંક પરિચય મિસ. સાંચી મેહતા કો-ચેરપર્સન દ્વારા આપવામાં આવ્યું હતું.
શ્રીમતી ગીતાબેન ગોરડિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પોતાના જીવનનો દાખલો આપીને કહ્યું કે તેમણે 1986થી તેમના બિઝનેસની શરૂઆત કરી ત્યારે 22-22 કલાક કામ કરતાં હતા એક મહિલા તરીકે તેમને પડેલી મુશ્કેલીઓ વર્ણવીને આજની બિઝનેસવુમેનને કહ્યું કે અગાઉ બેંકમાંથી લોન લેવા માટે કેટલા બધા ધક્કા ખાવા પડતા હતા જ્યારે આજે બેંકો તમારા ઘરે આવીને લોન આપે છે ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકોએ તેનો લાભ લેવો જોઇએ.
તેમણે કહ્યું કે એક મહિલા બિઝનેસવુમેનને પરિવારમાં માતા-બહેન-દિકરીની ભૂમિકા ભજવતાની સાથે સાથે કારોબાર પણ સંભાળવો પડતો હોય છે અને એ કેટલુ અઘરૂ હોય છે. તેમણે સફળ બિઝનેસ માટેની ટીપ્સ આપતા કહ્યું કે બિઝનેસ માટે તમારામાં રહેલીં નબળાઇને ઓળખીને તેને દૂર કરી તમારી શક્તિને વેગ આપો. મન વધુ મજબૂત કરો. એવુ જરૂરી નથી કે જે ભણ્યા હોઇએ એ જ બિઝનેસમાં સફળતા મળે એમ કહીને તેમણે કહ્યું કે તેઓએ ઇકોનોમિક્સમાં –બી.કોમ કર્યુ પણ તેઓ મેન્યુફેકચરીંગનો કારોબાર સંભાળે છે.પ્રારબધ્ધ અને પુરૂષાર્થ એકબીજા સાથે સંકળાયેલા છે. મહેનતની સાથે નશીબ પણ કામ લાગે. તેમણે મહિલાઓને પ્રોત્સાહિત કરવા અનેક દાખલાઓ આપીને સૌના દિલ જીત્યા હતા.
શ્રીમતી કાજલ પટેલ, જોઇન્ટ કો-ચેરપર્સન, બિઝનેસ વુમન કમિટિ, દ્વારા આભાર પ્રવચન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શ્રી ઋજુલ વોરા દ્વારા “Drum Circle” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.