નીતા લીંબાચીયા, અમદાવાદ
28 July 2022:
ડાકોરનાં વિખ્યાત દંડી સ્વામી આશ્રમનાં મહંત શ્રી વિજયદાસજી મહારાજનું આજે દ્વારકામાં આગમન થયું હતું. મહંત શ્રી વિજયદાસજી મહારાજે અન્ય ચાર સાથીઓ સાથે તા. ૧૪ જુલાઈ, ૨૦૨૨ ના રોજ ડાકોરથી પ્રસ્થાન કર્યુ હતું.
ડાકોર અને દ્વારકા વચ્ચેના અંદાજે ૪૯૫ કી.મીના અંતરમાં મહંત વિજયદાસજી અને તેમના સહયાત્રીઓએ રોજનું અંદાજે 30 કિમી ચાલીને ડાકોરથી દ્વારકાની પગપાળા યાત્રા સંપન્ન કરી હતી.
મહંત શ્રી વિજયદાસજી મહારાજે ડાકોરથી પગપાળા યાત્રા આરંભી હતી. આ યાત્રા નડીયાદ, ડભાણ, રાધુ, ધોળકા, બગોદરા, લીંબડી, સાયલા, ચોટીલા, રાજકોટ, ધ્રોળ, જામનગર, જામખંભાળિયા, લીંબડી થઈને દ્વારકામાં સંપન્ન થઈ હતી.
દ્વારકામાં મહંત શ્રી વિજયદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દ્વારકામાં સુશ્રી કિર્તિદાબેન દવે, સુશ્રી શ્વેતાબેન દેસાઈ, સુશ્રી શૈલીબેન પટેલ, ચિ. વિશ્વમ દેરાસરી, ચિ. નિશાબેન દેસાઈ, કોમલબેન પંડ્યા, વિશાલભાઈ પંડ્યા અને અનુરાગભાઈ વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #dandiswamiashram #dakor #ahmedabad