નીતા લીંબાચીયા, અમદાવાદ
18 July 2022:
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તાર ખાતે આવેલા ગુરુ વાલ્મિકી ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે વાલ્મિકી મંદિર આવેલ છે. જેનો વિષ્ણુ મહાયોગ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

આ મહોત્સવમાં સમાજના ભાઈઓ-બહેનો, સાધુ-સંતો, સામાજિક આગેવાનો અને અન્ય મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.અહીં જે મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું તે ખાસ પ્રકારની પંચધાતુની બનેલી છે.

છેલ્લા ચાર દિવસ થી અહીં ભવ્ય દિવ્ય મહાયોગ નો યજ્ઞ પણ યોજાયો હતો અને વિધિવત તેની પુર્ણાહુતી પણ થઇ હતી. છેલ્લા ઘણા વર્ષોથી નગરયાત્રાનું આયોજન આ વાલ્મિકી મંદિર થી કરવામાં આવે છે.

આ નગરયાત્રા તેના ચોક્કસ રૂટ મુજબ યોજાઈ હતી અને દરેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #valmikimandir #ahmedabad
