નીતા લીંબાચીયા, અમદાવાદ
16 July 2022:
મીડિયાની નોંધણીના નવા કાયદામાં ભારતમાં પ્રથમ વખત ડિજિટલ મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જે અગાઉ ક્યારેય કોઈ સરકારી નિયમનોની ભાગ નથી રહ્યો. જો બિલ મંજૂર થાય છે. તો ડિજિટલ ન્યૂઝ સાઇટ્સ ઉલ્લંધન” માટે નોંધણી અને દંડ સહિતની કાર્યવાહીનો સામનો કરી શકે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને સામયિક બીલની નોંધણીમાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
અને તેના કાર્યક્ષેત્રમાં કોઈપણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ડિજિટલ મીડિયા પરના સમાચારનો પણ સમાવેશ કર્યો છે. ડિજિટલ સમાચાર પ્રકાશકોએ નોંધણી માટે અરજી કરવી પડશે. અને કાયદો અમલમાં આવ્યાના 90 દિવસની અંદર આમ કરવું પડશે. આ સાથે ડિજિટલ પ્રકાશકોએ પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે નોંધણી કરાવવી પડશે, જેમની પાસે ઉલ્લંધનના કિસ્સામાં વિવિધ પ્રકાશનો સામે પગલાં લેવાની સત્તા હશે. તેઓ નોંધણી સસ્પેન્ડ અથવા રદ કરી શકે છે અને દંડ પણ નાદી શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાથે એક અપીલ બોર્ડની યોજના બનાવવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ડિજિટલ મીડિયા અત્યાર સુધી કોઇ કાયદા કે નિયમનને આધીન નથી. આ સુધારાઓ ડિજિટલ મીડિયાને માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ લાવશે “ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલને વડાપ્રધાન કાર્યાલય અને અન્ય હિતધારકો દ્વારા મંજૂર થવાનું બાકી છે.
વર્ષ 2019 માં ડ્રાફ્ટ બિલ રજૂ કરતી વખતે કેન્દ્રએ ડિટિલ મીડિયા પરના સમાયારને ડિજિટલ ફોર્મેટમાં સમાયાર તરીકે વ્યાખ્યાયિત કર્યા હતા જે ઇન્ટરનેટ, કમ્પ્યુટર અથવા મોબાઇલ નેટવર્ક પર પ્રતિ થઈ શકે છે. આ બીલમાં વિડીયો, ટેક્સ્ટ , ઓડિયો અને ગ્રાફિક્સની સમાવેશ થાય છે. જેના કારણે ભારે હોબાળો થયો હતો અને તેને ડિજિટલ ન્યૂઝ મીડિયાને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. પ્રેસ અને સામયિકની નોંધણી બિલ બ્રિટિશ યુગના પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ એકટ 1867 નું સ્થાન લેશે જે દેશમાં અખબારો અને પ્રિન્ટિંગ પ્રેસનું સંચાલન કરે છે.