રમેશભાઈ ચાવડા, ભીલડી.
11 જુલાઈ 2022:
તાજેતરમાં અંબાજી ખાતે ફરજ બજાવતા પી.એસ.આઈ પી.કે લીમ્બાચીયાની ભાભર ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે પી.એસ.આઈ પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ભાભર, દિયોદર, ડીસા સહિતના નાઈ સમાજના અગ્રણીઓ પી.એસ.આઇ સાહેબની શુભેચ્છા મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે પી.એસ.આઇ ને સાલ, ફૂલહાર પુસ્તકો તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ભાભર નાઈ સમાજ દ્વારા સન્માન પત્ર તેમજ “શ્રી પ્રેમ સુધા સાગર ” નું પુસ્તક ભેટ આપી સાહેબને સન્માનિત કર્યા હતા. ભાભર યુવા સંગઠન ના પ્રમુખ દિનેશભાઈ નાયી શૈલેષભાઈ નાઈ (દિયોદર યુવા સંગઠન પ્રમુખ), પીરાભાઈ ભગત, ચેલાભાઈ નાઈ વાહજી ભાઈ નાઈ પ્રમુખ શ્રી પ્રગતિ યુવક મંડળ ડીસા, બબાભાઈ કે મંત્રી જોરાવરગઢ (સૂઇગામ),પ્રભુભાઈ નાઈ (ભાભર આગેવાન), રમેશભાઈ ચાવડા ખેટવા (પત્રકાર) સહિત લિંબચ યુવા સંગઠન ભાભર અને નાયી સમાજના આગેવાનો દ્વારા ભાભર પી.એસ.આઈ શ્રી પી.કે લીમ્બાચીયા સાહેબ પુસ્તક ફુલહાર સાલ અને સન્માન પત્ર આપી સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતા.