હૉક ટેક્વાન-ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારા આયોજિત
પ્રથમ વિજયસિંહ રાઠોડ મેમોરિયલ ઓપન ટેક્વાન-ડો ચેમ્પિયનશિપ 2022 યોજાઈ
નીતા લીંબાચીયા, અમદાવાદ
06 July 2022:
અમદાવાદ ૪ જુલાઈ ૨૦૨૨: ૩જી જુલાઈ ૨૦૨૨ રવિવારના રોજ સવારે ૧૦ થી ૦૫ વાગ્યા સુધી અરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા કાંકરિયા ખાતે પ્રથમ વિજયસિંહ રાઠોડ મેમોરિયલ ઓપન ટેક્વાન-ડો ચેમ્પિયનશિપ યોજાઈ જેમાં ગુજરાત રાજ્યની નવ ટેક્વાન-ડો ક્લબના કુલ 149 વિદ્યાર્થીઓ જેમાં 80 છોકરાઓ 69 છોકરીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં જુનિયર, સિનિયર, સબ જુનિયર તથા કેટેડ સહીત કુલ પાંચ કેટેગરી હતી.
આ ટુર્નામેન્ટમાં સાઉથ કોરિયાના કુકીવાનથી સિનિયર ગ્રાન્ડ માસ્ટર કિમ યોંગ હો (9 ડેન બ્લેક બેલ્ટ) અને માસ્ટર કિમ જી હ્યુન હાજર રહીને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ટુર્નામેન્ટની વિશેષ આકર્ષણ ઓલિમ્પિક માન્યતા પ્રાપ્ત સેન્સર એટલે કે ઇલેકટ્રોનિક પોઇન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના માર્શલ આર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સર ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખેલાડીએ હરીફને પંચ માર્યો છે કે નહિ તથા અન્ય શારીરિક સંપર્ક બાબતે આ સેન્સર તરત જ માહિતી આપતું હતું.
15 ઓફિશ્યિલ રેફરી અને 2 કોરિયન માસ્ટર સાથે 50 પ્લસ ગર્લ્સએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હૉક ટેક્વાન-ડો ટ્રેનિંગ સેન્ટરના હેડ યુજવેન્દ્રસિંહ રાઠોડ (4 ડેન બ્લેક બેલ્ટ) આ ટુર્નામેન્ટના ડાયરેક્ટર હતા.
#bharatmirror #bharatmirror21 #news #vijaysinhrathorememorialopentaekwondo-dochampionship #ahmedabad