નીતા લીંબાચીયા, અમદાવાદ
04 July 2022:
શ્રી પ્રશાંત કુશ્વાહા- અધ્યક્ષ – આઈ. કે. સી. એ. તથા ડૉ. ભગવતસિંહ વનાર – મહામંત્રી – આઈ. કે. સી. એ.
તારીખ 04-07-2022 ના રોજ ભારતીય કાયકિંગ અને કેનોઇંગ ના મિસ મીર બિલકીશ – જમ્મુ એન્ડ કાશ્મીર તથા ચેરમેન – ઇન્ડિયન કેનોઈ સલાલમ શ્રી ઇસ્માઇલ બેગ – આંતરાષ્ટ્રીય રોઈન્ગ કોચ તથા શ્રીમતી રાધિકા શ્રીમાળ- સાંઈ, તથા ડૉ. ભગવતસિંહ વનાર સર ની ઉપસ્થિતિ માં આ મિટિંગ થયેલ હત઼ી.
ઉપરોક્ત પદાધિકારીઓ ઘ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નેશનલ ગેમ્સ ના આયોજન ની તૈયારી માટે મુલાકાત લીધી. આ અવસર પર ખાસ કરીને રોઈન્ગ તથા કાયકિંગ એન્ડ કેનોઇંગ ના આયોજન માટે ચર્ચા કરી હતી. આ સ્પર્ધામાં 2 કી. મી. નો કોર્સ બનાવવામાં આવશે. ભારતીય કાયકિંગ ના અધ્યક્ષ શ્રી પ્રશાંત કુશ્વાહા એ જણાવ્યું કે નેશનલ ગેમ્સ ના આયોજન નો ઉદ્દેશ્ય ગુજરાત માં આ બન્ને રમત નો વિકાસ તથા રમત ની ગતિવિધિઓ વર્ષ દરમ્યાન ચાલુ રાખવાનો છે.
તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર જો આ રમત માટે નi સાધનો ની વ્યવસ્થા કરશે તો આ જ સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તથા વર્લ્ડ ચેમ્પિયનશિપ નુ પણ આયોજન કરી શકાય તેમ છે. ગુજરાત ના અમદાવાદના રિવર ફ્રન્ટ માં અંતરરાષ્ટ્રીય સ્તર કરતા વધુ સારી સવલતો ઉપલબ્ધ છે. સરકાર ઘ્વારા જો આ રમત માટે સાધનો ફળવવામાં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા પણ ફેડરેશન અહીં કરાવી શકે તેમ છે. જેમાં લગભગ 60 થી 70 દેશ ના 1000 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે જેનાથી ફક્ત ખેલ નો વિકાસ નહી પણ બહાર થી આવનાર વ્યક્તિ ઘ્વારા આર્થિક વિકાસ પણ થઇ શકે એમ છે.
આંતરરાષ્ટ્રીય ખેલાડી મિસ. મીર બિલકિશ કે જેઓ 20 થી વધુ દેશો માં રમત તથા મેનેજમેન્ટ ના ભાગ રૂપે જઈ ચુક્યા છે, એમના કેહવા પ્રમાણે રિવર ફ્રન્ટ જેવી સ્પર્ધા માટેની સુવિધા વિદેશ માં પણ નથી. ગુજરાત સરકાર તથા ભારત સરકાર આસોસિએશન ના સહકાર ની સાથે આ રમત ના સાધનો ની વ્યવસ્થા કરે તો ગુજરાત ના યુવાનો ને સરકારી નોકરી તથા આંતરરાષ્ટ્રીય સ્ટર ઉપર રમત નુ સારુ પ્રદર્શન કરી શકે એમ છું.
શ્રી ડૉ. ભગવતસિંહ વનારે જણાવ્યું હતું કે સાધનો માટે સહકાર મળશે તો ગુજરાત માં ભારતીય ટીમ ના કેમ્પ નુ પણ આયોજન કરી શકાય તેમ છે. તથા ગુજરાત ના ખેલાડીઓ ને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઇ જઈ શકાય તેમ છે.
#bharatmirror #bharatmirror21 #news #watersports #ahmedabad