અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
29 જૂન 2022:
વેગડા કલાલ સમાજ સંઘ, દ્વિતીય ખંડ, અમદાવાદના સંરક્ષક શ્રી રામલાલજી નાથુજી કલાલના
અધ્યક્ષતામાં સાધારણ સભા તા.26.06.2022 રવિવારના દિવસે સવારે 10.30 કલાક થી સાંજના 6 કલાક સુધી આયોજન
કરવામાં આવ્યું હતું.
આ સભામાં સમાજના વાર્ષિક હીસાબો, નવા પ્રમુખ અને સમિતિની નિમણુંક કરવા માટે બોલાવવામાં આવી હતી.
આ સાધારણ સભામાં વેગડા કલાલ સમાજ સંઘ, દ્વિતીય ખંડ, રાજસ્થાનની કેન્દ્રીય કમિટીના આગેવાનો હાજર રહ્યા હતાં. કેન્દ્રીય કમિટીના સંરક્ષકશ્રી ભીમજીભાઈ કુરજી કલાલ, પ્રમુખશ્રી દલીચંદજી માનજી કલાલ, મહામંત્રી ધમેન્દ્રભાઈ કલાલ, ઉપપ્રમુખ રમેશભાઈ કલાલ, માહિતી પ્રચાર મંત્રી જસંવતભાઈ કલાલ, પ્રવક્તા રમેશભાઈ મગનભાઈ કલાલ અને વિશેષ મહેમાન શ્રી કાંતિલાલજી માનજી કલાલની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ હતી.
શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યાર પછી રાજસ્થાન તથા અમદાવાદ ત્રણ વિભાગ ભેગા મળીને સમાજના નિયમોની એક બુક બનાવવામાં આવી હતી. તેનું અનાવરણ કરવામાં આવ્યું.
રાજસ્થાનના વેગડા કલાલ સમાજ સંઘ, દ્વિતીય ખંડના પ્રમુખશ્રી દલીચંદજીએ પુસ્તક વિશેની વિસ્તૃત માહિતી સમાજન બંધુઓને આપીને કહ્યું કે આ પુસ્તકમાં બનાવેલા નીતિનિયમનું પાલન સમાજબંધુઓ કરે એવી આશા વ્યક્ત કરી હતી.
અને આ બુકનું રાજસ્થાનમાં પણ વિમોચન કરવાના આવ્યું છે.
આથી સમાજની નિયમાવલી બુકનું વિમોચન અમદાવાદ ખાતે અમદાવાદના અને રાજસ્થાનના દ્વિતીય ખંડના આગેવાનોએ સાથે મળીને કરવામાં આવ્યું. સભામાં નવા પ્રમુખની વરણી, સમાજના હીસાબો, સમાજની મંડળીના હીસાબો અને ડિવિડન્ડ
સમાજને નવી દિશા તરફ લઈ જવાના વિચારો અને યોજનાઓ વિષે તથા અન્ય મુદ્દાઓ પર
ચર્ચા વિચારણા થઈ હતી. આશરે 190 જેટલા સમાજ ભાઈઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સંગઠન મંત્રી તરીકે શ્રી પ્રકાશભાઈ સંગઠન વિશે વાત કરી હતી. સચિવ શ્રી રમેશભાઈ સી. કલાલ
સોશ્યલનેટવર્કિંગના ઉપર સમાજને ફાયદા અને ગેરફાયદા વિશે માહિતગાર હતા. શ્રી ભાગ્યેશભાઈ ભીખાભાઈ કલાલ, શિક્ષક તરીકે તેમણે. ધોરણ 10 અને 12 પછી કયાં અભ્યાસો કરવા તેની ઉપર વધારાની માહિતી આપી હતી. સમાજએ પહેલા શિક્ષણ ઉપર ભાર મુકવો જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું.
સભામાં સમાજના નવા પ્રમુખ તરીકે શ્રી રમેશભાઈ દેવીલાલજી કલાલની વરણીકરવામાં આવી હતી. પ્રમુખશ્રીએ તેમના વક્તવ્યમાં સમાજમાં શિક્ષણ ઉપર વધારે ભાર મૂક્યો હતો. તેમની સમિતિમાં ઉપપ્રમુખ તરીકે પૂનમભાઈ અને શાંતીભાઈ, મહામંત્રી દેવીલાલજી, ખજાનચી બંશીભાઈ અને મોહીતભાઈ, સચિવ તરીકે રમેશભાઈ, સંગઠનમંત્રી તરીકે પ્રભુભાઈ અને છગનભાઈ આ રીતે નવી સમિતિની રચના કરવામાં આવી હતી. સમાજની મંડળીના પ્રમુખ શ્રી ધુળજીભાઈ પ્રેમજી કલાલ ઉપપ્રમુખ શ્રી સુનીલભાઈ વરણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દીનેશભાઈ કલાલ, વેગડા કલાલ સમાજ સંઘ, દ્વિતીય ખંડ, અમદાવાદ તરફથી કરવામાં આવ્યું હતું. સાથે સાથે કેવી રીતે સમાજને સંગઠિત કરવો અને નવા વિચારો, નવી ઊર્જા, નવા ઉત્સાહ, નવા વિશ્વાસ સાથે વિવિધ પરિવર્તનો લાવવા માટે સાથે મળીને પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.