નીતા લીંબાચીયા, અમદાવાદ
14 જૂન 2022:
એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, અજય શ્રોફ, પંકજ કેશરુવાલા, જાનવી પ્રોડક્શન્સના વિકાસ અગ્રવાલ અનેરીષિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નિરવ પટેલ સાથે મળીને કોમેડી ગુજરાતી મૂવી, ‘વિકિડા નો વરઘોડો’નેદર્શકો સામે લાવવા તૈયાર છે. આ ફિલ્મમાં સન આઉટડોર્સના પ્રિતેશ શાહ સહ-નિર્માતાછે.આ મૂવી રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લેખિત,દિગ્દર્શિત અને સંપાદિત કરવામાં આવી છે.
આખીફિલ્મ વિકીની આસપાસ જ ફરે છે, જેમાં વાત છેએનીઘણી અનલકી રીલેશનશિપ્સ પછી,ફાઈનલીલગ્ન કરવાની પણટ્વીસ્ટ એ છે કે;વિકી, એના માતા પિતા કે ના એના મિત્રો,કોઈ જ જાણતું નથી કે કન્યા છે કોણ? કેમ કે એકવીકી માટે એનાલગ્નમાં દુલ્હન છે ત્રણ – અનુશ્રી, રાધિકા અને વિદ્યા.
હવે કોમેડી શું છે ને કેવી છે? એની એક ઝલક આપવા માટે નિર્માતાઓએ એનિમેટેડ પ્રોમો રિલીઝ કર્યો છે. ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે એનિમેટેડ ફોર્મેટમાં ફિલ્મનું ગીત રિલીઝ કરવામાં આવ્યું હોય. આ વિડિયો આપણને ફિલ્મના મુખ્ય પાત્રોનો પરિચય કરાવે છે, જેઓ તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે.
ફિલ્મમાં વિકીનાંપાત્રમાં મલ્હાર ઠાકર, અનુશ્રી તરીકે મોનલ ગજ્જર, રાધિકા તરીકે ઝીનલ બેલાની અને વિદ્યાની ભૂમિકામાં માનસી રાચ્છ છે. વિકીના પિતા અને માતાની ભૂમિકા અનુરાગ પ્રપન્ના અને અલ્પના બુચ દ્વારા ભજવવામાં આવી છે. વિકીના મિત્રોની ભૂમિકા ભૌમિક આહિરે સતીશ તરીકે અને ચિરાયુ મિસ્ત્રીએ નરેશ તરીકે ભજવી છે.
આ ફિલ્મ 8 જુલાઈ 2022ના રોજ મોટા પડદા પર આવશે.
#bharatmirror #bharatmirror21 #news #vickidanovarghodo #ahmedabad