નીતા લીંબાચીયા, અમદાવાદ
13 જૂન 2022:
નરેશ સીજાપતી પ્રવાસી મજૂરો માટે 7 વર્ષ થી અમદાવાદ માં કર્યા કરે છે.
કોરોના કાળના 2020 ના લોકડાઉન માં પ્રવાસી મજદુરો ને રાશન હોય કે ફ્લાઇટ ની ટીકીટ કે હોય ગેસ નો બાટલો અને 2021 ના લોકડાઉન માં ઓટો એમ્બ્યુલન્સ, ઓક્સિજન હોય કે ડેડ બોડી ની ગાડી બધીજ જરૂરિયાત નરેશ સીજાપતિ દ્વારા તેની સંસ્થા પનાહ ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવા માં આવી હતી.
નરેશ દ્વારા 2015 માં ચાલુ કરવામાં આવેલી સંસ્થા પનાહ દ્વારા અમદાવાદ માં ને ભારત માં પ્રવાસી મજૂરો ની સમસ્યા ને મઘ્યનજર રાખી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
તે લગભગ મજૂરો ની સમસ્યા ને વધારે સમઝે છે તે માટે નરેશ એક નવી શરૂઆત કરી રહયાં છે.
અમદાવાદના આ યુવાન પ્રવાસી હોય કે પ્રવાસી મજદૂર તેમના સમસ્યા ને ધ્યાન માં રાખી આખા ભારત ના 10 રાજ્યો જ્યાં સૌથી વધારે પ્રવાસી વસે છે તેવા દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને જ્યાંથી સૌથી વધારે પ્રવાસી પલાયન થાયે છે તે રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, જેવા રાજ્યો માં પગપાળા કરી મજૂરો અને પ્રવાસી ભારતીયની સમસ્યાની ત્યાંના દરેક જિલ્લા ના કલેકટર ને એક નિવેદન આપશે. નિવેદન માં પ્રવાસી ને થતી સમસ્યા અને તેમના અધિકારી અને તેમના માટે લોકો ને જનજાગૃતિ વિશે જાણકારી આપવામાં આવશે.
પ્રવાસ માં આવેલા લોકો ને તથા સમસ્યા અને તેમનું જીવન સ્તર સુધરે અને લોકલ લોકો માં પ્રવાસી ભારતીય માટે એક અલગ છાપ પડે તે માટે ભારત ના 10 રાજ્ય માં નરેશ પગપાળા ફરીને તેમની સમસ્યાને અનુભવી અને સમજીને જે તે સ્ટેટના મુખ્ય અધિકારી ને મળીને સમસ્યાનું સમાધાન કરાવવાની પ્રક્રિયા આગળ ધપાવશે.
તેઓ 15 જૂન મુંબઈ થી યાત્રાની શરૂઆત કરશે.
વધું માહિતી અને સહભાગી થવા આપ કોન્ટેક્ટ કરી શકો છો. +918488856251