નીતા લીંબાચીયા, અમદાવાદ
10 જૂન 2022:
યુનિક પ્રકારની ચીજ વસ્તુઓ જેની તલાશ ઘણા સમયયથી અમદાવાદીઓને હતી જે અમદાવાદના ફેમસ આર્ટિસ્ટ
વૈદેહી દવેના “રેઝિન એક્ઝિબિશન”થી પરીપૂર્ણ થઈ છે. વૈદેહી દવે દ્વારા બોહેમિયન ગેલેરી, ઈસ્કોન અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલા એક્ઝિબિશનનો ખૂબ જ બહોળો પ્રતિસાદ લોકોનો મળ્યો હતો.
એક સાથે અનેક રેઝિન આર્ટની ચીજ વસ્તુઓ જેમ કે, વોલ ક્લોકથી લઈને સર્વિંગ ટ્રે તેમજ ટેબલ ક્લોકથી લઈને ટી કોસ્ટર્સ ઉપરાંત મહિલાઓની મનગમગતી જ્વેલરી સહીતની અહલાદક વસ્તુઓ જોઈને લોકો આફરીન થયા હતા. કોરોના બાદ પહેલીવાર આ પ્રકારે અનોખું એક્ઝિબિશન શહેરીજનોને માણવા અને ખરીદવા માટે મળ્યું હતું. કેમ કે, આર્ટિસ્ટ વૈદેહી દવે દ્વારા હેન્ડમેડ બનાવવામાં આવેલા આકર્ષકો સ્ટોલ પર રજૂ કરાયા હતા. રેઝિન આર્ટ એવી આર્ટ છે જેમાં દરેક વખતે યુનિક ડિઝાઈન ક્રિએટ થાય છે. જેની દરેક પ્રોડક્ટ પણ યુનિક હોય છે. આ ઉપરાંત દરેક લોકો તેને ખરીદી શકે તે હેતુથી એફોર્ડેબલ પ્રાઈઝમાં લોકોને ઉપલબ્ધ થતા તેમને આર્ટફોર્મને મનભરીને ખરીદી પણ આ પ્રદર્શનમાં કરી હતી.
બે દિવસના પ્રદર્શનમાં પહેલા દિવસથી લઈને આખરી દિવસ સુધી લોકોનો ધસારો એક્ઝિબિશનમાં જોવા મળ્યો હતો.
વધુમાં જણાવતા આર્ટિસ્ટ વૈદેહી દવેએ કહ્યું હતું કે, “ગુજરાતીઓના નવા જ પ્રકારની આર્ટફોર્મ ઘરમાં રાખવાના ખૂબ જ શોખીન હોય છે તેમને ધ્યાનમાં રાખીને આ પ્રકારની આર્ટફોર્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. નવી આર્ટની ડીમાન્ડ પણ લોકોએ મને કરી હતી. આગામી સમયમાં આ પ્રકારની આર્ટ વધુને વધુ બનાવવાની પ્રેરણા આ પ્રદર્શન બાદ મને મળી છે.”
#bharatmirror #bharatmirror21 #news #resinexhibition #ahmedabad