નીતા લીંબાચીયા, અમદાવાદ
09 જૂન 2022:
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર મહત્વના મથક ગણાતા સી.ટી.એમ. ચાર રસ્તા પર કેટલાક સમયથી પોલીસ ધ્વારા ફરી વખત મુકવામાં આવેલ બેરીકેડ લોકો માટે માથાનો દુખાવો બની છે. ત્યારે પોલીસે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લોકોને બાનમાં લેવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે.
ચાર રસ્તાના સામાન્ય ટ્રાફિક ને પોલીસ કાબૂમાં રાખી શકતી ન હોય તો પછી લોકો બીજી તો શું અપેક્ષા રાખવી ? તેઓ સવાલ ઉઠ્યો છે. તેમજ અહીં ટ્રાફિક નિયમો માટે પોલીસ પોલીસના બાહોશ અધિકારીની નિમણૂક આપી તાત્કાલિક અસરથી બેરીકેડ હટાવવા લોકો ની માંગણી અને લાગણી છે, કેમ કે ચાર રસ્તા પર બેરીકેડ ના કારણે વાહનચાલકોએ ત્રણ થી ચાર કિલોમીટર દૂર સુધી ફરવા જવું પડે છે. જેમાં પેટ્રોલના ધુમાડા થાય છે. એટલું જ નહીં બ્રિજ ના છેડે થી વિરુદ્ધ દિશા માં ટનૅ લેતી વખતે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવાની દહેશત રહેલ છે. અને ચાર રસ્તા પાસે ની આસપાસ આવેલ દુકાનો ધરાવતા વ્યાપારીઓ ધંધા-રોજગારને પણ બેરીકેડ ના કારણે ભારે માઠી અસર પડી છે.
લોકોના દુકાનોમાં ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં રાહદારીઓ ને પણ ચાર રસ્તા ક્રોસ કરવું ખૂબ જ ઘાતક સાબીત થાય તેમ દેખાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોપોૅરેશન ના સત્તાધીશો અધિકારીઓ તથા પોલીસની બેદરકારીના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે. સત્તાધીશો મનઘડંત આયોજન કરીને ટેકનીકલ પાસાઓ તપાસ્યા વગર ડબલ ડેકર ઓવરબ્રિજ બનાવી દીધો છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થવાના બદલે વધી છે બીજી તરફ અહી ટ્રાફિક પોલીસ નું બુથ પણ છે. પોલીસ કર્મચારીઓ તેમજ ટીઆરબી ના જવાનો ફરજ ઉપર હોય છે. આમ છતા ચાર રસ્તા પર નો ટ્રાફિક કાબુમાં ન આવતા હોય તો આ બાબતે પોલીસની નિષ્ફળતા સાબિત કરે છે.
પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સી.ટી.એમ.ચાર રસ્તા પર બેરીકેડ લગાવી દીધા છે. આ બેરીકેડ મૂકવાના કારણે દરરોજ સેંકડો વાહનચાલકો હેરાન થઈ દુર દૂર સુધી ખોટાં ધક્કા ખાવા પડે છે. સમય અને ઈંધણનો બગાળ થાય છે. અહીં ટ્રાફિક સિગ્નલ લગાવવા ને એક વર્ષ કરતાં વધારે સમય થયો છે, છતાં હજુ સુધી ચાલું કરવામાં આવ્યો નથી. આ બેરીકેડ તાત્કાલિક અસરથી ખસેડવા ની માગણી સાથે કોંગ્રેસના કાર્યકરો શ્રીજ્યોર્જ ડાયસ, ધમેન્દ્રભાઈ પટેલ,રાજેન્દ્ર સેંગલ, મંદાકીની પટેલ,રાજુ પંચાલ, નારાયણ ભરવાડ, પરેશ મુખીયાજી, ભાવેશ ગુજૅર, રમિન્દ્ર બગ્ગા, અપૂવૅ પટેલ, હિતેશ પંચાલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા પ્રદર્શન યોજવા જતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.
એક તરફ પોતાની નિષ્ફળતા છુપાવવા બેરીકેડ મુકેલ છે તોબીજી તરફ કાયૅક્રમ ની પરવાનગી માંગી હોવા છતા પરવાનગી ન આપી ધરપકડ કરવાના પગલા ને સખ્ત શબ્દો મા વખોઢી કાઢી આગામી દિવસો મા ઉગ્ર આંદોલન કરાશે.